________________
૧૬૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
*
અને સામિ વાત્સલ્ય તથા સ્વજનાના સત્કાર કર્યો, સાધુઓને વજ્ર અને અન્નદાન આપ્યું તથા સાત (જિનમૂતિ, જિનચૈત્ય, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ) ક્ષેત્રોમાં પેાતાનુ પુષ્કળ દ્રવ્ય વાપર્યું. આ પ્રમાણે ધનના વ્યયથી તેણે કીર્ત્તિ અને ધર્મ ઉપાર્જન કર્યા અને અન્તે અનશન કરી આયુ પૂર્ણ થતાં મરણ પામીને સૌધર્મ દેવલાકમાં અરૂણપ્રભ વિમાનમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા દેવ થયા.
નામના
આ કથા ઉપરથી સાર એ લેવાના છે કે અતિ લાલુપતાથી પ્રાણી દુઃખ અને અનર્થની પરંપરાને પામે છે, માટે મનમાં અતિલાલુપ્તપણાના સંકલ્પ પણ કરવા નહિ. એ સબધમાં એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે
-:
કોઈ કાર્પાટિક ભિક્ષાથી પ્રાપ્ત થયેલ સાથવા ઘડામાં ભરી પોતાના પગ પાસે ઘડા મૂકીને એક શૂન્ય દેવકુળમાં સુઈ ગયા. ત્યાં રાત્રે જાગતાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા :–આ સાથવાને વેચી કરી તેના મૂલ્યમાંથી એક બકરી લઈશ, તેને બચ્ચાં થશે એટલે તેને વેચીને ગાય લઈશ, ગાયને વાછડી વાડા સહિત વેચીને ભેશ લઈશ, અને ભેંશને પાડા પાડી સહિત વેચીને એક સારી ઘેાડી લઈશ. તેના દિવ્ય વછેરાનુ બહુ ધન મળશે. તે ધનથી ઉચ્ચ, સુંદર તથા ગેાખ અને જાલિકાથી મનહર એવા એક પ્રાસાદ (મહેલ) કરાવીશ, તેમાં હું નિવાસ કરીશ, અને અનેક પ્રકારની ઘરવકરી મેળવીશ. પછી પરિવાર તથા સ્વજનોને નિમંત્રીને ઉત્તમ બ્રાહ્મણની એક કન્યા પરણીશ. તેને સર્વાં લક્ષણસ પૂર્ણ પુત્ર થશે. બહુ ધનનો વ્યય કરીને તે બાળના વર્ષોપન મહાત્સવ કરીશ. પછી મારા સેંકડા મનારથ સાથે તે