________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૮૭
કહાડયા પછી વ્યગ્ર ચિત્તવાળા શૂન્ય, વસ્રરહિત, નિરાશ અને દરિદ્રી થઈને તે એકાકી નગરમાં સત્ર ભમવા લાગ્યા ભેજન સમય થયા, પણ જમવું શું ? કારણ કે—અન, પાણી, મગ, જુવાર, શાક અને મીઠું –એવુ કંઈ પણ તેની પાસે નથી કે જેના ઉપયાગ થઈ શકે. તેની પાસે કંઈ પણ ખાવાનું ન હાવાથી તે આમ તેમ ભમતા હતા. એવામાં કયાંક મજુર લેાકેા જમતા હતા, તેઓએ તેને તેવી સ્થિતિમાં જોઇને પૂછ્યુ કે—‘તું કયાંના રહેવાસી છે ? અને કયાંથી આવે છે ?” ધનપાળે કહ્યું કે–મેં પ્રમાદના વશથી મારા રત્ના ગુમાવ્યાં છે' એમ કહીને યથાસ્થિત બધી વાત કહી સભળાવી, એટલે તેણે કહ્યું કે- આજ કઈ ખાધુ છે કે નહિ ? તે ખેલ્યા કે—કયાંથી ખાઉં ? શું જમ્મું ?’ એટલે દયાની લાગણીથી તેઓએ તેને જમાડયા. પછી દ્નમકની જેમ તે પણ મજુરોની સાથે ભમવા લાગ્યા અને અનુક્રમે તે ભારવાહક (મન્નુર) થઈ દુઃખે પેાતાનું ભરણાષણ કરવા લાગ્યા. કહ્યું છે કે ‘દુપૂર પેટને પૂરવા માટે માણસા માનને મૂકી દે છે, હલકા જનને સેવે છે, દીન વચન બાલે છે, કૃત્યાકૃત્યના વિવેકને તજી દે છે, સત્કારની અપેક્ષા કરતા નથી, ભાંડત્વ (ભવાઈ) અને નૃત્યકળાના અભ્યાસ કરે છે. અરે પેટ માટે શું શું કરતા નથી? સાવ કરે છે.?
ધનપાળ તળાવ કે કુવા પર જઇને ભાજન કરતા અને ખજારમાં સુઈ રહેતા. આ પ્રમાણે તે મહાદુ:ખી થયા છતા મનમાં વિચારવા લાગ્યા કે–આ મને પ્રમાદનું જ ફળ મળ્યું. જીએ ! મારા મેટા ભાઈ ધનદેવ ઘણામાડામાં કરિયાણા ભરી ભરીને પરદેશ મેાકલે છે અને પુષ્કળ દ્રવ્ય પેદા કરે છે.