________________
૧૮૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તેમજ તેની કીર્તિ પણ સર્વત્ર ફેલાઈ ગઈ છે. અને હું આવી દુર્દશા ભેગવું છું.'
એ રીતે ત્રણે બંધુઓને ત્યાં રહેતાં બાર વરસ પસાર થઈ ગયા. એટલે તે ત્રણેને બોલાવવા માટે તેમના પિતાએ કાગળ મોકલ્યો. તે કાગળ મોટા ભાઈના હાથમાં આવ્યો. પત્ર વાંચીને તે ખુશી થર્યો. પછી તેણે વિચાર કર્યો કે-હવે ત્યાં જઈને પિતાના ચરણને વંદન કરૂં, પરંતુ મારા બંને ભાઈએને પત્તો શી રીતે મેળવવું ?” એમ ચિંતવીને તેણે નગરમાં સર્વત્ર તપાસ કરાવી, પણ તેમના ખબર ન મળ્યા એટલે તેણે વિચાર કર્યો કે-“આ ગામના તમામ મહાજનને ભોજન કરાવું, એટલે તેમાંથી તેમને પત્તો મળશે.” એમ ચિંતવીને નાના પ્રકારના પકવાનની સર્વ સામગ્રી તૈયાર કરાવી. પછી પ્રથમ દિવસે બધા રાજલક સહિત રાજાને નિમંત્રી, ભક્તિપૂર્વક તેમને ભેજન કરાવીને વસ્ત્રાભરણાદિક આપી સ્વસ્થાને વિદાય કર્યો, તેમાં પિતાના બાંધવો જોવામાં ન આવ્યા. બીજે દિવસે બધા શ્રેષ્ઠીઓને નિમંત્રી ભોજન કરાવીને વિસર્જન કર્યા તેમાં પણ પોતાના બાંધવ જોવામાં ન આવ્યા. ત્રીજે દિવસે બધા કાપડીયાને નિમંત્રીને જમાડયા, તેમાં પણ પોતાના બાંધ જેવામાં ન આવ્યા. ચોથે દિવસે ઝવેરીઓને નિમંત્રીને જમાડયા, તેમાં ધનમિત્ર બંધુ અગ્રેસર થઈને અલંકાર સહિત આવ્યા. એટલે તેને સ્નેહપૂર્વક ઉત્કંઠા અને આલિંગનપૂર્વક તે મળે અને તેને બોલાવીને તેણે પિતાને પત્ર આપે. તે પત્ર વાંચી સંતુષ્ટ થઈને બેલ્યો કે–પિતાને પત્ર પ્રમાણ છે, ચાલે આપણે ત્યાં જઈએ અને પિતાના ચરણમાં વંદન કરીએ.”