________________
૧૮૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કરવા.” ફરી તેણે પૂછયું કે –“હે સ્વામિન! તમારી પાસે દ્રવ્ય કેટલું છે ?' તેણે કહ્યું કે – સવા સવા કેટી મૂલ્યના ત્રણ રત્નો છે.” તે બોલી કે –“મને બતાવે” એટલે તેણે તેને બતાવ્યાં તેથી તે હર્ષિત થઈ. તે રને લઈ વેશ્યા તેને મુખથી ચુંબન અને હૃદયથી આલિંગન દેવા લાગી. પછી તે બેલી કે-“હે સ્વામિન્ ! એ રત્ન મારા ઘરમાં જાળવી રાખું છું. તમારે જરૂર પડે ત્યારે પાછા લેજે. આ ઘર તમારૂં જ છે તમે અહીંજ રહો અને તમારી યૌવનવયને સફળ કરો. નાટક જુઓ, ગીત ગાન સાંભળો અને કામગ ભેગ. ફરીને આ મનુષ્યજન્મ ક્યાં મળવાનું છે? મનુષ્યજન્મ પામ્યાનું એજ ફળ છે.” આ પ્રમાણેના તેના વચનથી મેહ પામીને ત્યાંજ રહ્યો અને તે વેશ્યાની સાથે પંચવિધ વિષયભેગ નિરંતર ભોગવવા લાગ્યો. તેને આભરણ અને વસ્ત્ર પૂરવા લાગ્યો. એમ છેડા જ વખતમાંજ તેણે ત્રણે રત્ન સંબંધી દ્રવ્ય બધું વાપરી નાખ્યું, એટલે વેશ્યાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. પછી તે નગરમાં ચાલ્યો. ત્યાં એક ઠગપુરૂષ તેને મળ્યો. તેની આગળ તેણે કહ્યું કે;–“મને વેશ્યાએ છેતરી લીધો.” તે બે કે જે તું તારાં વસ્ત્રો મને આપે, તે હું તારું કામ કરી આપું.” તેણે કબૂલ કર્યું એટલે તે લંપટ ફરી બોલ્યો કે-પ્રથમ વસ્ત્રો આપ” તેણે વસ્ત્રો આપ્યાં. પછી ધનપાલ લંપટની સાથે ફરી વેશ્યાને ઘરે ગયો. ઠગ પુરૂષે તે વેશ્યાને કહ્યું કે તે કેમ આને છેતર્યો ? એનું શું લઈ લીધું?” તે બોલી કેહિસાબ જુઓ. આ એણે આપ્યું અને આ એણે ભેગવું, હવે એક ટકે પણ વધ્યું નથી.” એમ કહીને ફરીથી એણે બહાર