________________
૧૯૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
શેષ કરાવે અથવા નીક (નહેર) દ્વારા ધાન્યાદિ વાવવાને માટે તેમાંનું પાણી લઈ જવું તે સશેષણ. તેમાં દાવેલ હોય તે તળાવ કહેવાય અને ન ખેડાવેલ હોય તે સરોવર કહેવાય, એટલે તે બંનેમાં ભેદ સમજે.
આ પંદર કર્માદાન આચરવાથી બહુ દોષ (પાપ) લાગે છે. તેમાં અંગારકમમાં અગ્નિ સ્વમુખ શસ્ત્ર હોવાથી તેના વડે છકાય જીવેની વિરાધના થાય. વનકમમાં વનસ્પતિ અને તેના આશ્રિત ત્રસ જીવોની વિરાધના થાય. ગાડા અને ભાટકકર્મમાં ભારવાહન કરનાર વૃષભાદિકની તથા માર્ગમાં રહેલા છકાય જીની વિરાધના થાય. ટકકર્મમાં કણદલનાદિવડે વનસ્પતિની તથા ભૂમિખનના દિવડે પૃથ્વીકાયની તથા તેમાં રહેલા ત્રસાદિક જીવોની મહાવિરાધના થાય. ઉત્પત્તિસ્થાનમાં જઈને દાંત, ગ્રામર કેશાદિ વસાંગ ખરીદવાથી ગ્રાહકેને જોઈને લોભથી ભીલ વિગેરે તકાળ હાથી, ચમરી વિગેરેને વધ કરવા તૈયાર થાય. લાક્ષાવાણિજ્યમાં લાખ બહુ ત્રસ જીવથી આકુળ હોવાથી અને તેના રસમાં રૂધિરને ભ્રમ થતું હોવાથી, ધાવડીવૃક્ષની છાલ અને પુષ્પ દારૂના અંગ હેવાથી તથા તત્કાળ તેમાં કૃમિ ઉત્પન્ન થતા હોવાથી, ગુલિકા (ગળી) બનાવતાં તેમાં અનેક જંતુઓ પડીને નાશ પામતા હાથી, મણસીલ, હરિતાલ અને વલેપમાં સંપતિમ બાહ્ય જંતુઓ નાશ પામતા હોવાથી, તુંબરિકામાં પૃથ્વીકાયને ઘાત થતું હોવાથી, પડવાસ ત્રસાકુળ હોવાથી, ટંકણક્ષાર, સાબુ અને અન્ય ક્ષાર વિગેરે બાહા જીના વિનાશક હેવાથી તેમાં મેટે દોષ લાગે છે. જીવાદિમાં થતું પાપ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે –