________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
થાક સિવાય આખી રાત્રિ ઉંઘવું–વિગેરે પ્રમાદાચરણને સુજ્ઞ પુરૂષે ત્યાગ કરે. વિવેકી શ્રાવકે આ પ્રમાણેના ' જિનવચનો જાણીને એકાગ્ર મનથી તે પાળવાં. - હવે મહાપરિગ્રહ તે લોભભૂળ છે, તે લોભ નરકના દુઃખમાં પ્રાણુને નાખે છે. લેભીજન કઈ રીતે સંતેષ પામી શકતે નથી. કહ્યું છે કે– સગર પુત્રોથી તૃપ્ત ન થયા, કુચિકણું ગોધનથી તૃપ્ત ન થયે, તિલકશ્રેષ્ઠી ધાન્યથી તૃપ્ત ન થયે અને નંદરાજા સુવર્ણના ઢગલાથી સંતુષ્ટ ન થયા.” નવા નવા ધનની ઈચ્છા કરતે લેભી પુરૂષ બહુ ધનથી પણ તૃપ્ત થતો નથી. જુઓ ! પિતાએ આપેલ નાના ભાઈઓનું રાજ્ય શું ભરતરાજાએ છીનવી ન લીધું? અખલિત રીતે સેંકડે નદીઓ આવીને પડે છે છતાં શું સમુદ્ર પૂરાય છે ? અથવા જાજ્વલ્યમાન અગ્નિ બહુ લાકડાથી પણ શું શાંત થાય છે? નથી થતું. મહા પરિગ્રહના સંબંધમાં એક દૃષ્ટાંત છે તે આ પ્રમાણે –
મહા પરિગ્રહમાં આસક્ત અને છ ખંડને અધિપતિ સુભૂમ ચક્રવત્તી ભરતક્ષેત્રના છ ખંડનું રાજ્ય કરતા હતા. તેને એકદા વિચાર આવ્યો કે –“બીજા ઘણું ચકવરી ઓ છ ખંડના અધિપતિ તે થયા છે, પણ હું જે બાર ખંડને અધિપતિ થાઉં તે વિશેષ ગણાઉં.” એમ ચિંતવીને સૈન્ય અને વાહન સહિત ચર્મરત્નના ચેગથી તે લવણસમુદ્ર ઉપર થઈને ધાતકીખંડ તરફ ચાલે. માર્ગમાં ચર્મરત્નના અધિષ્ઠાયક હજાર દેવેએ વિચાર કર્યો કે –“આ ચર્મરત્ન પાણી પર તરે છે તે અમારે પ્રભાવ છે કે ચકવત્તને પ્રભાવ છે? એમ ચિંતવીને બધા દે ચર્મરત્નને અને અલગ થઈ ગયા. એટલે તેના પ્રભાવથી