________________
પાર્શ્વનાથ ચરિત્ર
૧૯૭
“H: ઘતિ માંહેન. ટાલયા ઢાળન ૨. व्यहेण शुद्रीभवति, ब्राह्मणः क्षीरविक्रयात् ॥
“બ્રાહ્મણ માંસ, લાક્ષા અને લવણ (મિઠા)ના વ્યાપારથી તકાળ પતિત થાય છે, તથા ક્ષીરને વિક્રય કરવાથી તે ત્રણ દિવસમાં શુદ્ધ થાય છે.
રસવાણિજ્ય-મધ વિગેરેમાં જંતુઓને ઘાત તથા તેમાં અનેક સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ ને વિનાશ થતું હોવાથી, દૂધ વિગેરેમાં સંપાતિમ (ઉપરથી અચાનક પડતા) જીવોની વિરાધના થતી હોવાથી, બે દિવસ ઉપરાંતના દહીંમાં પૂર્વોક્ત રીતે સંમૂર્ણિમ જીવો ઉપજે છે તેથી ત્યાજ્ય છે. કેશવાણિજ્યમાં દ્વિપદ અને ચતુષ્પદોની પરવશતાથી, તેમને વધ બંધન, ભુખ, તરસાદિ દુઃખ પડવાથી દોષ લાગે છે. વિષવાણિજયમાં શાંગિકા વત્સનાગાદિથી તથા હરિતાલ, સોમલ અને ક્ષારાદિકથી તેમજ વિષ, શસ્ત્રાદિથી જીવઘાત જણાયજ છે. વળી જલાદ્ર હરિતાલથી મક્ષિકાદિ તત્કાળ મરી જતાં જોવામાં આવે છે. સેમલ અને ક્ષાર વિગેરેના ભક્ષણથી બાળકે વિગેરે તરત મરણ પામે છે. વિષવાણિજ્યને અન્ય શાસ્ત્રમાં પણ નિષેધ કર્યો છે. કહ્યું છે કે –
જાવિચિળવ, રવિવળતર विषविक्रयिण चैव, नरा नरकगामिनः" ॥
કન્યાવિક્રય કરનારા, રસકિય કરનારા અને વિષને વિક્રય કરનારા પુરૂષે નરકમાં જાય છે.” -