________________
૧૯૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર યંત્રપલણાદિને કર્મની સાથે સંબંધ છે. જેમકે–ખાંડણી, ઘંટી, ચુલે જળકુંભ અને સાવરણુ–ગૃહસ્થના ઘરમાં એ પાંચ વસ્તુથી જંતુઓની હિંસા થાય છે. ઘાણી વિગેરેથી મહાપાતક થાય છે. તે વિષે લૌકિકશાસ્ત્રમાં પણ કહેલ છે. જેમકે દશ કસાઈ સમાન એક ઘાંચી, દશ ઘાંચી સમાન એક દારૂચનાર, દશ દારૂવૅચનાર સમાન એક વેશ્યા અને દશ વેશ્યા સમાન એક રાજા કહેલ છે”
નિછન કર્મમાં બળદ, અશ્વ, ઉંટ વિગેરે પંચંદ્રિય જીવોની કદર્થનાને દોષ લાગે છે. દવ દેવામાં કરેડે અને વિનાશ થાય છે. સરોવરના શેષણમાં પાણીના જીવને તથા તેમાં રહેલા મત્યસ્યાદિ જળજંતુઓને-એમ છકાય જીવને વિનાશ થાય છે. અસતીષણમાં દાસ્યાદિને વિકય કરતાં તેનાથી થતાં દુષ્કાથી પાપવૃદ્ધિ થાય છે, તેથી તે વર્જવા યોગ્ય છે.
તથા નિર્દય જનને ઉચિત એવું કેટવાળપણું, ગુપ્તિપાલપણું અને સીમપાલપણું વિગેરે દૂર કર્મો શ્રાવકને વર્જવા ગ્ય છે. તથા બળદોને દમ, ક્ષેત્ર ખેડ, અશ્વને પંઢ બનાવએ પાપોપદેશ કરવો શ્રાવકને કપે નહિ. તેમજ યંત્ર, હળ, શસ્ત્ર, અગ્નિ, મુશલ તથા ઉદ્દખલ વિગેરે હિંસક અધિકારણે દયાળુજને દાક્ષિણ્યથી પણ અન્યને આપવાં નહિ. વળી કુતૂહળથી ગીત, નૃત્ય અને નાટકાદિ જેવા, કામશાસ્ત્રમાં આસક્ત થવું, જુગાર, દારુ આદિ વ્યસનો સેવવાં, જલક્રિડા કરવી અને હિંડોળે હિંચકવા વિગેરે વિનોદ કરવો, પાડાદિકને લડાવવા, શત્રુના પુત્ર વિગેરેની સાથે વેર બાંધવું, ભજનકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા કરવી, તથા રોગ અને માર્ગના