________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વણસમુદ્રમાં તરતું ચકવત્તનું ચર્મરત્ન ડૂબી ગયું, હાથી, ઘેડા અને સૈનિકે આદિ સર્વે પાણીમાં ડૂબીને મરણ પામ્યા અને લેભમાં લપટાયેલો ચકવરી મરણ પામીને સાતમી નરકે ગયે.
આ બધું મહા આરંભ અને મહા પરિગ્રહનું ફળ જાણીને વિવેકી જનેએ મહા આરંભ અને મહા પરિગ્રહને ત્યાગ કર.
માંસાદિના ભક્ષણથી પણ નરકપાત થાય છે. આદિ શબ્દથી અભક્ષ્ય અને અનંતકાયનું ભક્ષણ પણ વર્જવું. તેમાં અભક્ષ્ય બાવીશ છે તે આ પ્રમાણે-પાંચ ઉંદુબર, ચાર વિગઈ, હિમ°, વિષ ૧૧, કરાર, સર્વ જાતિની માટી, રાત્રિભેજની, બહુબીજ ૧૫, અનંતકાય, બળ અથાણું, ઘોલવડા, વેંગણ, કેમળ ફલ-ફૂલ, તુચ્છ કુળ૨૧, અને ચલિતરસ, એ બાવીશ અભક્ષ્ય ત્યાજ્ય છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે –
વડ, પીપળ, ઉર્દુ બર, પ્લેક્ષ અને કાકેદંબર એ પાંચ વૃક્ષનાં ફળો મચ્છરની જેવા ઉડતા બહુ સૂક્ષ્મ જીવડે ભરેલા હોવાથી તે વર્જનીય છે, લૌકિકમાં પણ એ અભક્ષ્ય કહેવાય છે.
ચાર મહા વિગઈ-દારૂ, માંસ, મધ અને માખણ-એ અભક્ષ્ય છે, કારણ કે તેમાં તે તે વર્ણના અનેક સંમૂચ્છિમ
છા ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે –“દારુ, મધ, માંસ અને માખણએ ચારમાં તે વર્ણના જંતુ ઉત્પન્ન થાય છે અને મરે છે.” વળી જૈનેતર શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – દારૂ, માંસ, મધ અને છાશથી અલગ થયેલ માખણમાં ઘણું સૂમ જતુઓ ઉત્પન્ન અને લીન થાય છે.” સાત ગામ અગ્નિથી બાળતાં જેટલું