________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પુચ્છ શંખ, શંગ, છીપ, કેડી કસ્તુરી વિગેરે હિંસક માણસે પાસેથી લેવા અને વેચવા તે દંતવાણિજ્ય. અર્થાત્ એને વ્યાપાર કરવા વડે જે આજીવિકા ચલાવવી તે દંતવાણિજ્ય.
બીજું લાક્ષાવાણિજ્ય–તે લાખ, મણશીલ, ગળી, ધાવડી અને ટંકણખાર વિગેરેને વ્યાપાર કરે તે અર્થાત્ લાખ ધાવડી, નીલી (ગળી), મણસીલ, હરતાલ, વાલેપ, તુવારિકા પટવાસ, ટંકણખાર, સાબુ અને ક્ષારાદિને કયવિય કરે તે લાક્ષાવાણિય. '
- ત્રીજું રસવાણિય–તે માખણ, ચરબી, માંસ, અને દારૂ વિગેરેને કયવિકય કરે . અર્થાત્ મધ, દારૂ માંસ માખણ તેલ, દહી, દૂધ અને ઘી આદિને વ્યાપાર કરે તે રસવાણિય.
ચોથે કેશવાણિજ્ય–તે દ્વિપદ તથા ચતુષ્પદને વ્યાપાર કરો તે લેવું દેવું તે અર્થાત્ દાસ દાસી વિગેરે મનુષ્યોને તથા અશ્વ ગાય વગેરે તિર્યને ખરીદવું વેચવું તે કેશવાણિય.
- પાંચમું વિષવાણિજય–તે વિષ, શઆમ, હળ, યંત્ર લેખંડ, હરિતાલ વગેરે જીવઘાતક વસ્તુને કયવિક્રય કરે તે. અર્થાત્ વિષ તે નાગફણ (અફીણ), વત્સનાગ અને સેમલ વિગેરે, શા–તે તરવાર, બંદુક વિગેરે તથા કેશ કેદાળી વિગેરે અને લોહ તે હળાદિ વિગેરે તેને કાવિય કરે તે વિષવાણિજ્ય. - એ પાંચ વાણિજ્ય કર્મો શ્રાવકને વર્જવા યોગ્ય છે. - હવે યત્રપીડન કર્મ-તે તલ, શેલડી, સરસવ, એરંડીયા મગફળી વિગેરેને ખાંડવા યા પીલવા તે. એટલે ઘાણી વિગેરે