________________
૧૯૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વાત કહીને ત્રણે ૨ને માગ્યા એટલે તે ઝવેરીએ લેખું (હિસાબ) કરીને કહ્યું કે- “તમારા વ્યાજમાંથી તમે આટલું ભગવ્યું, આટલું લીધું આટલું દીધું અને આટલું વધ્યું તે લે અને આ તમારાં ત્રણ રત્ન પણ લ્યો. ધનમિત્ર તે લઈ લેવડદેવડ ચુકતે કરી ધનની ગાઢ ગાંઠબાંધીને પિતાના મોટા ભાઈ પાસે આવ્ય, ત્રીજો ભાઈ પણ ત્યાં આવ્યા. પછી ત્રણે ભાઈઓ ઉત્સુક થઈ માર્ગને યોગ્ય સામગ્રી તૈયાર કરાવીને ચાલવા તૈયાર થયા. ગણીને વેચાય, માપીને વેચાય, કાપીને વેચાય અને જોખીને વેચાય એવી વસ્તુઓ-કરિયાણું ગાડામાં ભર્યા પછી વિનયશીલ ધનદેવ શ્રેષ્ઠીજનેની શીખ માગીને સેવક, પરિજન અને ગાડા ચુક્ત થઈ ત્યાંથી ચાલ્યા. અવિચ્છિન્ન પ્રમાણે ચાલતે તે ભાઈ સહિત સ્વનગરે અને સ્વગૃહે આવ્યા ત્યાં ત્રણે ભાઈ ભક્તિપૂર્વક પિતાને ચરણે નમ્યા.
પછી ભોજન કરીને એકાંતે તેમના પિતાએ તેમને પૂછયું કે–“તમે શું કર્યું? શું મેળવ્યું ? અને શે વધારે કર્યો? તે કહો. એટલે મેટા પુત્ર ધનદેવે કહ્યું- હે પિતા ! આપના આપેલાં આ ત્રણ રત્ન ગ્રહણ કરે, અને આ લાભ થયે તે લે. મેં આ વેપાર કર્યો.એમ કહીને તેણે ત્રણે રને આપ્યા, અને લાભ થયે હતું તે પણ રજુ કર્યો. પછી બીજાએ કહ્યું કે બહે પિતા ! તમારાં આપેલા આ રને ગ્રહણ કરે. એના વ્યાજમાં આ દ્રવ્ય આવ્યું, તે મેં વાપર્યું, અને તેમાંથી આટલું વધ્યું. એમ કહી પિતાને રને સોંપીને ફરી તેણે કહ્યું-ફરી પણ મારે તે અહીં જ વેપાર કરે છે. પછી ત્રીજાએ કહ્યું- હે પિતાજી! તે રને પ્રમાદના વશથી મેં તો ત્યાંજ વાપરી નાખ્યા, તેથી