________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૯૧
હું નિધન થઈ ગયા, અને મજુરીનું કામ કરીને નિર્વાહ કર્યાં, માટે મારા અપરાધ ક્ષમા કરો.
પિતાએ ત્રણે પુત્રાનાં વાકયા સાંભળીને મનમાં વિચાર કરી સર્વાંજન સમક્ષ માટા પુત્રને સવ ભંડાર સાંપી તેને ઘરના સ્વામી બનાવ્યા અને સર્વાંને કહ્યું કે આની આજ્ઞા સર્વેએ માનવી, કાઇએ એળંગવી નહિ.’ પછી બીજા પુત્રને વસ્તુ, વ્યાપાર અને કરિયાણા સેાંપીને કહ્યું કે-‘તારે અહી રહીને વ્યાપાર કરવા, અને માટા ભાઇની આજ્ઞા પ્રમાણે સર્વ કામ કરવાં.’ ત્રીજા પુત્રને ખાંડવા, પીસવાનું, રાંધવાનું અને પિરસવાનુ સ ગ્રામ સેાપ્યુ. એટલે તે પ્રમાદથી અને પૂર્વ કના વશથી દુઃખી થયા.
‘હે ભવ્ય જના ! આ દૃષ્ટાંતના સિદ્ધાંતમાં જિનેશ્વરાએ જે ઉપનય દર્શાવેલ છે તે એકાગ્રતાથી સાંભળેા—શેઠ તે ગુરૂ સમજવા અને પુત્રો તે સવિરતિ, દેશિવરતિ અને અવિરતિએમ અનુક્રમે જાણવા. મૂળનિધિ (પુજી) રૂપ ત્રણ રત્ને-તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સમજવા. ત્રણ પ્રકારના જીવા તે રત્નાવડે વ્યાપાર કરવા માટે મનુષ્યભવ રૂપ નગરમાં આવે છે. તેમાં જે પ્રમાદ ન કરતાં જ્ઞાન, દર્શીન અને ચારિત્રની વૃદ્ધિ કરે છે તે સર્વવિરતિ જીવા દેવગતિના લાભ પામે છે. બીજા પ્રકારના જીવા જે અપ્રમાદથી વ્યાપાર કરીને મૂળનધિ (પુંજી) ના ખચાવ કરે છે તે ફરીને મનુષ્યભવ પામે છે અને સુખભાગ ભાગવે છે. ત્રીજા પ્રકારના જીવા બહુ પ્રમાદથી-નિકા અને વિથાથી યુક્ત થઈ મૂળ દ્રવ્યને હારી જાય છે તે રૌરવ નરકને પામે છે, મઠ્ઠ, વિષય, કષાય, નિદ્રા અને વિથા-એ