________________
૧૬૪.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હું પણ તેમ કરૂં” એમ વિચારી એકદા તેણે દેવમંદિરમાં રહેલા કોઈ તેવા નરને જોઈ નિમંત્રી, ઘેર લાવી, ભોજન કરાવીને લાકડી વડે મસ્તકમાં માર્યું તે પ્રહારથી પેલે પુરૂષ પોકાર કરવા લાગે એટલે પિકાર સાંભળીને શસ્ત્ર સહિત કોટવાળ
ત્યાં આવ્યા અને હજામને બાંધી રાજાની પાસે ખડે કર્યો. રાજાએ વૃત્તાંત પૂછો કે –“અરે! સત્ય બોલ. એટલે તેણે બધે વૃત્તાંત કહી સંભળાવ્યું કે –હે સ્વામિન! કુબેર વ્યવહારીના ઘરે સુવર્ણપુરૂષ થયે, તે જાણીને મેં પણ તેમ કર્યું, પરંતુ મને તેવું ફળ ન થયું.” એટલે રાજાએ કૌતુકથી કુબેરવ્યવહારીને બેલાવીને પૂછયું, તેણે મૂળથી માંડીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. એટલે રાજા સંતુષ્ટ થઈને બોલ્યો કે –“અહે! હું ધન્ય છું, કે જેના નગરમાં આવા દાતાર, પુણ્યવંત અને સત્યવાદી પુરૂષ વસે છે.” એમ કહીને રાજાએ કુબેરને સત્કાર કર્યો અને હજામને પણ મુક્ત કર્યો, એટલે તે બંને સ્વસ્થાને ગયા. ત્યાર પછી કુબેર વિશેષ ધર્મકૃત્યમાં તત્પર છે, અને અન્ત તે પુણ્ય કરવાથી સ્વર્ગે ગયો.”
આ પ્રમાણે કેવળી ભગવંતે કહેલું દષ્ટાંત સાંભળી ધનસાર સંવેગ પામીને બેલ્યો -“હે પ્રભો ! જે એમ હોય તે મારે અત્યારથી પરિગ્રહને નિયમ થાઓ. હવે પછી હું જે ઉપાર્જન કરીશ તેમાંથી અર્ધ ધર્મકાર્યમાં વાપરીશ અને કોઈને પણ દોષ ગ્રહણ કરીશ નહીં.” આ પ્રમાણે ધનસારે જિનપ્રણીત ગૃહસ્થ ધર્મના બીજા પણ કેટલાક નિયમ લીધા અને પૂર્વ ભવમાં જેને અપરાધ કરેલ એવા તે કેવળીને વારંવાર ખમાવ્યા. પછી ભવ્યજનોને પ્રતિબંધ આપતા કેવળી ભગવંત