________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૭૩
જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ નવ પ્રકારે છે–ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણુ, કેવળદર્શનાવરણ, નિદ્રા નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થીણુદ્ધિએ રીતે નવવિધ દર્શનાવરણકર્મ, વેદનીયકર્મ બે પ્રકારે છે–સાતવેદનીય અને અસતાવેદનીય. મેહનીયકર્મના અઠયાવીશ ભેદ છે તે આ પ્રમાણે –સેળ કષાય–કોધ, માન, માયા અને લોભ-તે દરેકના ચાર પ્રકાર છે. સંજવલન ક્રોધ, પ્રત્યાખ્યાનીકોધ, અપ્રત્યાખ્યાની કોધ અને અનંતાનુબંધી ક્રોધ. એમ માન માયા અને લોભના. પણ ચાર ચાર ભેદ હોવાથી ૧૬ થાય છે. સંજવલનની સ્થિતિ. ૧૫ દિવસ, પ્રત્યાખ્યાનીની ચાર માસની, અપ્રત્યાખ્યાનીની એક વર્ષની અને અનંતાનુબંધીની અંદગીપર્યત સ્થિતિ હોય છે. બીજા નવ નેકષાય કહેવાય છે. તેમાં હાદિક છ–હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય અને જુગુપ્સા તથા ત્રણ વેદ તે પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, કુલ નવ અને ત્રણ મેહનીયતે સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય–એ પ્રમાણે મેહનીય કર્મના અઠ્ઠાવીશ ભેદ થાય છે. નામકર્મ દ્વિવિધ છે, શુભ અને અશુભ. (તેના ઉત્તરભેદ ઘણા (૧૦૩) થાય છે.) ગોત્રકર્મ દ્વિવિધ–તે ઉચ્ચગેત્ર અને નીચગેત્ર. આયુકમના ચાર, ભેદ–તે દેવઆયુ, મનુષ્ય આયુ, તિયચઆયુ અને નરકઆય. અંતરાયકર્મ પંચવિધ–તે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય ને વીર્યંતરાય.
જ્ઞાનના જાણનારને તેમાં અંતરાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.