________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૮૩
ધનદેવ આવ્યો અને સર્વજનોને તેણે પ્રણામ કર્યા તથા યથેચિત વિનય કર્યો. તેને સારા લક્ષણવાળો, સારા વાવાળો અને વિવેકી જેઈને વહેપારી ખુશ થઈ ચિંતવવા લાગ્યા કે – આ કેઈ અપૂર્વ ભાગ્યવંત અને સજજન દેશાંતરને વેપારી લાગે છે” એમ વિચારીને તેમણે કહ્યું કે –“હે ભદ્ર! અમે આ વસ્તુ લઈએ છીએ તેમાં તમારે ભાગ રાખવો હોય તે રાખે, તમારે ભાગે આવે તે તમે પણ , એટલે ધનદેવ બોલ્યો કે –“જે આપને વિભાગ, તે મારો પણ વિભાગ તેમાં ગણજો.' બધાએ તે વાત કબુલ કરી. પછી તેણે કેઈ ની દુકાન ભાડે લઈને પોતાના ભાગે આવેલું કરીયાણું તેમાં રાખ્યું. થોડા દિવસેમાં જ તે વસ્તુને ભાવ બહુ વધી ગયે, એટલે દેશાંતરથી આવેલા વ્યાપારીઓને તેણે તે માલ વેચાતે આપ્યો. તે કરીયાણામાં તેને બહુ લાભ થયે, એટલે તે નફાના ધનથી બીજી વસ્તુઓને પણ વેપાર કરવા લાગ્યો. અને પિતાના રત્નની ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. તે બીજી વસ્તુ પણ ખરીદતે અને વેચતે હતા, તેથી તે મહા ધનવાન વ્યવહારી થઈ પડશે. સર્વત્ર રાજદ્વાર અને લોકોમાં પણ તેની પ્રસિદ્ધિ થઈ અને કીર્તિ વિસ્તાર પામી. - હવે બીજા ભાઈ ધનમિત્ર પછી બે ઘડીવાર ત્યાં વિસામે લઈ પછી નગરમાં પ્રવેશ કર્યો આગળ ચાલતાં તે ઝવેરી બજારમાં ગયો એટલે પૂર્વે જોવામાં નહિ આવેલ અને અપૂર્વ સદ્દભાગ્યવંત એવા તેને આવતે જોઈને કેઈ ઝવેરીએ સામા જવા પૂર્વક માન આપીને પૂછયું કે:-“હે સજાનશેખર પુરૂષ ! તમે કયાંથી આવે છે? કયાં નિવાસ રાખ્યો છે? અને અહી શા