________________
૧૮૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નગરની બહાર રસ્તામાં તમારી રાહ જોતા બેસું છું, ત્યાં તમારે જલદી આવવું.” આ પ્રમાણે બંને બંધુને કહી, પિતાના ચરણને પ્રણામ કરી તે નગરની બહાર જઈને બેઠે. બીજે બંધુ ધનમિત્ર ક્ષણવાર રાહ જોઈને જલ્દી ચાલ્યો, અને ઘનદેવને જઈને મળે. ત્રીજે તે ભજન કરી ક્ષણવાર વિસામે લઈને પછી ઘેરથી ચાલ્યો. રસ્તામાં ત્રણે ભેગા થઈ ગયા. પછી દેશાંતરના માર્ગે ચાલતા થયા અનુક્રમે તે ત્રણે નિર્વિદને સિંહલદ્વિપમાં કુસુમપુરની પાસેના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે વિચાર કર્યો કે -આ નગરમાં જ વ્યાપાર કરીએ, આગળ જવાનું શું કામ છે? કારણ કે –
प्राप्तव्यमर्थ लभते मनुष्या, देवापि त लंघयितुं न शक्तः । तस्मान्न शोको न च विस्मया मे, यदस्मदीयं नहि तत्परेषाम् ॥"
મનુષ્ય પ્રાપ્તવ્ય (પામવા ગ્ય) અર્થને મેળવી શકે જ છે, તેમાં વિદન કરવાને દેવ પણ સમર્થ નથી, માટે મને શેક કે વિસ્મય થતું જ નથી, કારણ કે જે મારૂં છે, તેમાં બીજા કેઈને હક્ક નથી.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણેએ ત્યાં પ્રથમ ભજન કર્યું. પછી ધનદેવ ભજન કરી તરતજ નગરમાં ગયે. ત્યાં ચાર માર્ગ હોય ત્યાં બહુ વ્યાપારીઓ તત્કાળ વહાણમાં આવેલી કઈ વસ્તુની ખરીદી કરતા હતા, તેમની પાસે