________________
૧૮૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વિચાર કરતાં જણાશે કે ધર્મ જ ત્યાં હેતુ છે. એ કારણ માટે જીવાદિ પદાર્થો વિદ્યમાન છે.”
આ પ્રમાણેનાં ગુરૂવચન સાંભળીને કુબેરકુમાર બેધ પામી, ઉભું થઈ ઉત્તરાસંગ કરી, ત્રણ પ્રદક્ષિણ દઈ, ગુરૂના ચરણકમળને નમસ્કાર કરીને અંજલિ જોડી કહેવા લાગ્યો કે –હે ભગવન્! તમે જે કહ્યું તે પ્રમાણ છે. હવે મને ધર્મતત્વ વિસ્તારથી કહો એટલે ગુરૂ બેલ્યા કે – “હે કુબેર! તને ધન્ય છે. તારી ઈચ્છા પણ શ્રેષ્ઠ છે, તે હવે ધર્મતત્વ સાંભળ કહ્યું
"यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः । तथैव धर्मा विदुषा परीक्ष्यते.
તેન કેન તથાગુ ”
“જેમ ઘસવું, છેદન, તાપ અને ટીપવું—એ ચાર પ્રકારે સેનાની પરીક્ષા કરાય છે, તેમ શ્રત (જ્ઞાન), શીલ, તપ અને દયા–એ ચાર ગુણેથી સુજ્ઞજન ધર્મની પરીક્ષા કરે છે વળી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થો છે, તેમાં મુખ્ય પુરૂષાર્થ ધર્મ જ છે ધર્મ સ્વાધીન થાય, એટલે અન્ય ત્રણ પુરૂષાર્થો જલદી સ્વાધીન થાય છે. કહ્યું છે કે –“આ સંસારમાં મનુષ્યજન્મ સારભૂત છે, તેમાં ત્રણ વર્ગ સારભૂત છે અને ત્રણ વર્ગમાં પણ ધર્મ સારભૂત છે, ધર્મમાં પણ દાનધર્મ અને