________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૭
કિરણગ જીવ દેવભવથી ચ્યવીને લયમીવતી રાણીની કુક્ષિરૂપ સરોવરમાં હંસની જેમ અવતર્યો. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ઉત્તમ સમયે સુસ્વપ્નથી સૂચિત, પૃથ્વીના ભૂષણરૂપ અને જગતજનના આંખને આનંદ થાય એવા પુત્રને તેણે જન્મ આપ્યો. એટલે સજાએ તેને જન્મ મહત્સવ કર્યો અને વર્યાપન મહાત્સવ ચાલતાં બારમે દિવસે સ્વજનોને ભેજન કરાવી સર્વજનેની સમક્ષ તેનું વજનાભ નામ રાખ્યું. પછી પિતાના આનંદની સાથે પુણ્યપુદ્દગળોથી વૃદ્ધિ પામતા તેણે બાલ્યાવસ્થામાં બધી. કળાઓ ગ્રહણ કરી. કળાકલાપથી સંપન્ન ચંદ્રમાની જેમ તે કુવલય (પૃથ્વીલ) ને આનષ્ણાયક થઈ પડે અનુક્રમે તે ઉજ્જવલ યૌવન પામ્યું. તેનું અદ્દભુત બાહુબળ ફેલાવા લાગ્યું સંગીત શાસ્ત્ર અને શાસ્ત્રના વિદથી તથા કાવ્ય, કથા અને સ્વજનની સાથે વાતચીતના રસથી કીડા કરતાં તે સમય પસાર કરવા લાગ્યો.
એકદા બંગ દેશને ચંદ્રકાંત નામને રાજા પોતાની પુત્રી વજનાભને આપવા માટે પુત્રીને લઈને ત્યાં આવ્યો, એટલે કુમાર પણ વિજયા નામની કન્યાને તેના આગ્રહથી પર. પછી કુમાર તે રમણીય સ્ત્રી સાથે પંચવિધ વિષયસુખભેળવવા લાગે
અન્યદા કુમારના મામાને કુબેર નામે પુત્ર પિતાના માબાપ પર રૂષ્ટમાન થઈ વજનાભની પાસે આવીને રહ્યો તે કુબેર નાસ્તિકવાદી હોવાથી કુમારને ધર્મમાં તત્પર જોઈને બેલ્યો
૧ ચંદ્રપક્ષે કુવલય એટલે કમળ. ૨ બંગ-બંગાળ.