________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ધર્મને અંતરાય કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. કહ્યું છે કે –“સર્વસ, ગુરૂ અને સંઘને પ્રતિકુળ થવાથી તીવ્ર અને અનંત સંસાર વધારનાર દર્શનાવરણીય કર્મ બંધાય છે."
અનુકંપા, ગુરૂભક્તિ અને ક્ષમાદિકથી સુખ (સાતા) વેદનીય કર્મ બંધાય છે અને તે કરતાં વિપરીત કરવાથી લખ (અસાતા) વેદનીય કર્મ બંધાય છે. કહ્યું છે કે – “જયારે મહોદયથી તીવ્ર અજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેના પ્રભાવથી કેવળ (અસાતા) વેદનીય કર્મ બંધાય છે અને એનેંદ્રિયપણું પ્રાપ્ત થાય છે.”
રાગ, દ્વેષ, મહામહ અને તીવ્ર કષાયથી તથા દેશવિરતિ ને અને સર્વવિરતિને પ્રતિબંધ કરવાથી મેહનીયકર્મ બંધાય છે.
મન, વચન અને કાયાના વર્તનમાં વપણે ચાલવાથી તથા અભિમાન કરવાથી અશુભ નામકર્મ બંધાય છે, તથા સરલતા વિગેરેથી શુભ નામકર્મ બંધાય છે.
ગુણને ધારણ કરવાથી, પરગુણને ગ્રહણ કરવાથી, આઠ મદને ત્યાગ કરવાથી, આગમ સાંભળવામાં પ્રેમ રાખવાથી અને નિરંતર જિનભક્તિમાં તત્પર રહેવાથી ઉચ્ચગેત્ર બંધાય છે અને તે કરતાં વિપરીત વર્તવાથી નીચ ગોત્ર બંધાય છે.
अकाम निर्जरा बालतपोऽणुव्रतसुव्रतैः जीवबिध्नाति देवायुः सम्यग्द्रष्टिश्च यो भवेत् ।
૧ અન્યત્ર દર્શનાવરણીય કર્મના બંધહેતુ જુદી રીતે કહ્યા છે.