________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૬૯
થયા, ત્યાં તે મુશળાથી ખંડાતા વજ્ર સુગરાથી કૂટાતા, ભીમાં પચાતા, તીક્ષ્ણ તરવારાથી છેદાતા, કરવતથી કપાતા, ડુક્કર અને કુતરાઓથી ભક્ષણ કરાતા, મહાયંત્રોમાં પીલાતા, તપ્ત સીસાનું પાન કરાતા, લાખંડના રથમાં જોડાતા શિલાતલપર પછડાતા, અગ્નિકુંડમાં ફૂંકાતા, ગરમધુળમાં બેસાડાતા તથા ક્ષેત્રસ્વભાવજન્ય દુઃખ અને અન્યાન્યજન્ય મહા દુઃખના અનુભવ કરતા છતા આયુષ્ય નિગમન કરતા હતા. એક ક્ષણભર પણ તેને સુખ નહાતું.
આનંદ આપવામાં કુશળ, ભવના તાપને હરનાર, ચતુવિધ શ્રી સધના સ્થાપક, સુરેંદ્રોને પૂજનીય, કલ્યાણુના કરનાર તથા સઘને હર્ષ આપનાર એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્મા તમારૂ કલ્યાણ કરે.
॥ इति श्रीतपागच्छे श्री जगच्च द्रसूरिपट्टपर परालंकार श्री पून्य श्री हेमविमलसूरि संतानीय श्री हेमसेामसूरिविजयराज्ये पंडित श्री संघवीरगणिशिष्य पंडित श्री उदयवीरगणिविरचिते श्री पार्श्व नाथगद्यबधलघुचरित्रे चतुर्थ पंचमभववर्ण नो નામ દ્વિતીય સર્ગ: 1
પાર્શ્વનાથ ભગવાનનું ૪-૫ ભવનું વર્ણન સમાપ્ત