________________
૧૬૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ગુરૂની આજ્ઞાથી એકવિહારીપણું સ્વીકારીને એક વખત તેએ આકાશગમન કરતાં પુષ્કરવરદ્વીપ જઈ ત્યાં શાશ્વત જિનને નમસ્કાર કરી હેમાદ્રિ ઉપર ગયા, ત્યાં તીવ્ર તપ તપતાં અને અનેક પરીષહાને સહન કરતાં તે સમય પસાર કરવા લાગ્યા.
હવે પેલા કટસના જીવ નરકથી નીકળીને હેમાદ્રિની ગુફામાં કાળદારૂણ (યમ જેવા ભયંકર) સર્પ થયેા. તે ઘણા જીવાનું ભક્ષણ કરતા છતા આહારને માટે નિરતર ભમવા લાગ્યા. એકદા ત્યાં ભટકતાં તે નાગે ધ્યાનમાં એકાગ્ર એવા કિરણવેગ ઋષિને જોયા. એટલે તત્કાળ પૂર્વજન્મના વૈરથી ઉત્પન્ન થયેલા ક્રોધને લીધે લાલ આંખ કરી તેણે તે મુનિને વીટી લીધા. વિષથી ભીષ્મ એવી દાઢથી તેમને ઘણા ડંખ માર્યા અને પછી તે સ્વસ્થાને ગયા. તે વખતે મુનિ ચિતવવા લાગ્યા કે ઃ અહા ! કક્ષય કરવામાં આ મારા ઉપકારી છે.’ એમ ચિતવતાં દેહ અત્યંત વિષ વડે વ્યાપ્ત થઈ જવાથી સર્વ પાપની આલેાચના કરી સમસ્ત જંતુને ખમાવી અનશન કરી નમસ્કારનું ધ્યાન કરતાં તે મરણ પામ્યા અને ખારમા દેવલાકમાં જ બૂકુમાવત નામના વિમાનમાં બાવીશ સાગરાપમના આયુષ્યવાળા શ્રેષ્ઠ દૈવ થયા, ત્યાં દિવ્ય સુખ ભાગવતાં સમય ગાળવા લાગ્યા. કહ્યું છે કે —દેવલાકમાં દેવાને જે સુખ છે, તેનું જેને સેા જીભ હાય અને સેા વરસનું આયુષ્ય હોય એવા પુરૂષ સદા વર્ણન કર્યાં કરે, તા પણ પાર ન આવે.’
:
હવે પેલા સપ રૌદ્રધ્યાનથી બહુ જીવાનુ ભક્ષણ કરતા હેમાદ્રિ પર્વત પર દાવાનળથી ખળા છઠ્ઠી તમ:પ્રભા નામની નરક પૃથિવીમાં ખાવીશ સાગરાપમના આયુષ્યવાળા નારકી