________________
૧૬૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સવારે જમીનમાં દાટેલું ધન બધું બહાર કઢાવ્યું. ઘરના માણસોનાં બધા આભરણા, વાસણ અને વસ્ત્રો ભેગા કરીને એક મેટો ઢગલે કરાવ્યો, અને પછી નગરમાં ઉદ્દષણું (જાહેરાત) કરાવી કે અનાથ, દુઃસ્થિત, અને દુખિત માણસે બધા આવે, તેમને હું ઈચ્છિત દાન આપવા ધારું છું આ પ્રમાણેની જાહેરાત સાંભળીને જે જે દુઃખી જને આવ્યા તેને તેણે પુષ્કળ દાન આપ્યું. સર્વજ્ઞ દેરાસરમાં પૂજા સ્નાત્ર–મહોત્સવાદિક કરાવ્યા સુસાધુઓને વસ્ત્ર અને અન્નદાન આપ્યું, અનેક જ્ઞાનેપકરણાદિ કરાવ્યા તથા સાધર્મિક વાત્સલ્યાદિક અનેક ધર્મકૃત્ય કર્યા. આ પ્રમાણે સાત દિવસમાં તેણે પુષ્કળ ધનને વ્યય કર્યો, માત્ર
જન જેટલું જ દ્રવ્ય બાકી રાખ્યું. સાતમે દિવસે રાત્રે તે એક જીર્ણ ખાટલા પર નિશ્ચિત થઈને સૂઈ ગયો એવામાં લક્ષમીદેવી ત્યાં આવી વિલખી થઈને બોલી કે –“અહો કુબેર! જાગે છે કે નહિ?” કુબેર બોલ્યો નહિ, એટલે લક્ષમી બોલી કે –“કેમ મને ઉત્તર આપતે નથી?’ એમ કહી હાથવડે તેને હલાવ્ય; એટલે સંભ્રાંતની જેમ તે ઉઠર્યો અને બોલ્યો કે –“હે માતા ! આપ પધાર્યા છે એની મને ખબર નહોતી, ક્ષમા કરજે, ધનને અભાવ હોવાથી નિશ્ચિત થવાને લીધે આજે મને સુખે નિદ્રા આવી ગઈ હતી લક્ષ્મી બોલી કે –“હવે હું તારે ઘરેથી જવાને સમર્થ નથી, કેમકે તે દાનરૂપી જાળથી મને સખ્ત રીતે બાંધી લીધી છે.” કુબેર બોલ્યા- “કેણ કેઈને બંધન કરી શકે તેમ છે? તમારે જવું હોય તે ખુશીથી જાઓ.” દેવી બોલી કે –“હે ભદ્ર! મારાથી સ્વેચ્છાએ ગમન કયાં થઈ શકે છે? સાંભળ –