________________
૧૬૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અને ભગવાય–તેજ સફળ છે, કારણ કે ચપળ સ્ત્રીની જેમ લમ કેઈના ઘરે પણ સ્થિરતા કરતી નથી. દાન પાંચ પ્રકારે છે. કહ્યું છે કે –
મમાં કુત્તિવાળું,
अणुकंपा उचिय कित्तिदाणं च । , दावि मुक्खा भणिओ.
तिन्निवि भोगाइया दित्ति" ॥१॥ लक्ष्मीः कामयते मतिमंगयते कीर्तिस्तमालोकते प्रीति चुम्बति सेवते सुभगता नीरोगतालिंगति । श्रेयः संहतिरभ्युपैति घृणुते स्वपिभोगस्थिति मुक्तिवांछति यःप्रयच्छति जना पुण्यार्थमर्थ निजं ॥२॥
“અભય, સુપાત્ર, અનુકંપા, ઉચિત અને કીર્તિ એ પાંચ પ્રકારે દાન કહેલ છે. તેમાં પ્રથમના બે દાન મોક્ષનાં નિમિત્ત છે અને પાછલા ત્રણ દાન ઐહિક ભેગાદિન નિમિત્ત છે. (૧) પુરૂષ પોતાની લક્ષ્મીને પુણ્યમાં વાપરે છે તેને તે વારંવાર ચાહે છે, બુદ્ધિ તેને શોધે છે, કીર્તિ તેને જોયા કરે છે, પ્રીતિ તેનું ચુંબન કરે છે, સૌભાગ્ય તેની સેવા કરે છે, આરોગ્ય તેને આલિંગન કરે છે, કલ્યાણ તેની સન્મુખ આવે છે, સ્વર્ગને ઉપગ તેને વરે છે, અને મુક્તિ તેને ઈરછે છે.