________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૬૧ (૨) જે કે દાન તે ગમે તેને આપવું જ, પણ જે સુપાત્રે દાન આપવામાં આવે તે દાતા શાલિભદ્રની જેમ સદા ઈષ્ટ વસ્તુ પામે છે. પાત્રાભાવે જયાં ત્યાં આપતાં પણ કુબેરની જેમ ગઈ લક્ષમી પાછી આવે છે. તે સાંભળીને ધનસારે પૂછયું કે –“હે ભગવદ્ ! એ કુબેર કેણ છે? અને તે લક્ષમી કેમ પામ્ય ? એમ પૂછતાં મુનિ બેલ્યા કે –“હે ભદ્ર ! સાંભળ:
લક્ષમીથી વિશાળ એવા વિશાલપુરમાં ગુણાય રાજા રાજ્ય કરતું હતું. ત્યાં કુબેરના જેવો ધનવાન કુબેર નામે વ્યવહારી રહેતો હતો. સમૃદ્ધિમાન એ તે પુષ્પમાળા, ચંદન, મીના વિલાસ, ગીત, ગાનાદિક તથા વસ્ત્રાભરણાદિકથી સુખ ભગવતે હતે.
એકદા દિવ્ય રૂપવાળી અને શ્રેષ્ઠ વેષથી વિભૂષિત એવી લક્ષ્મીદેવી રાત્રે તેના ઘરે આવીને સૂતેલા એવા તેને કહેવા લાગી કે :-અહા! તું જાગે છે કે નિદ્રામાં છે?' એમ સાંભળી તરત સસંભ્રમથી ઉઠીને તે બોલ્યો કે –“હે માતા ! હું જાગ્રત છું, તમે કેણ છે ?” તે બોલી કે હું લક્ષમી છું. ભાગ્યથી જ મારૂં આચમન અને સ્થિરતા થાય છે. હવે તારૂ ભાગ્ય ક્ષીણ થયું છે, માટે તારે ઘરેથી હું ચાલી જઈશ. આ પ્રમાણે સાંભળી તાત્કાલિક બુદ્ધિવાળો તે બોલ્યો કે જે એમ હૈય, તે સાત દિવસ રહે, પછી જજે. એટલે તે વાત કબુલ કરીને લક્ષ્મીદેવી અદશ્ય થઈ ગઈ ત્યાર પછી તે કુબેરે
૧૧