________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૬૫
:
અન્યત્ર વિહાર કરી ગયા, અને તે શેઠ પણ પરિભ્રમણ કરતા તામ્રલિપ્તિ નગરીએ ગયા. ત્યાં વ્યતરના પ્રાસાદમાં કાર્યોત્સગે રહ્યા, એટલે વ્યંતરે ક્રાધિત થઈને તેને અતિ ભયકર ઉપસર્ગો કર્યાં. સૂર્યોદયપંત તેણે ઉપસર્ગ કરવા ચાલુ રાખ્યા, પણ મેરૂ સમાન ધીર અને સ્થિર એવા તે થાડા પણુ ચળાયમાન ન થયા. તેને દઢ જોઈ દેવ સંતુષ્ટ થઈને તે ઓલ્યા કે – હૈ મહાભાગ ! તને ધન્ય છે, તારા માતાપિતા પણ ધન્ય છે, કે ગૃહસ્થ છતાં તારી આવી દૃઢ મતિ છે, હું તારા સાહસથી સંતુષ્ટ થયેા છું, માટે કંઈક વર માગ’આ પ્રમાણે સાંભળીને ધ્યાનસ્થ એવા તેણે ઉત્તર ન આપ્યા. એટલે દેવ આવ્યે કેઃ— હે ભદ્રુ ! જો કે તુ ઈચ્છારહિત હૈં, તથાપિ તું મારા કહેવાથી મથુરામાં તારે ઘરે જા, પૂવત્ તુ મહર્ષિક થઈશ.” એમ કહી તેને ખમાવીને દેવ અદૃશ્ય થયેા. પછી કાયા,સગ પારીને શેઠે મનમાં વિચાર કર્યા કે :– મારે ધનનું શું પ્રયેાજન છે ? તાપણુ પૂર્વના કંજુસાપણાના મળ (છાપ) ને દૂર કરૂ” એમ વિચારી તે મથુરામાં પેતાને ઘેર ગયેા.
એકદા તે નિધાનના સ્થાન જુએ છે, તા સત્ર પહેલાની જેમ દ્રવ્ય તેના જોવામાં આવ્યું, અને દેશાંતરમાં માકલાવેલ કરિયાણા વગેરેનું દ્રવ્ય પણ દિવસે દિવસે આવવા લાગ્યું. તેમજ લેાકાએ જે દબાવી દ્વીધું હતું તે પણ પાછું પ્રાપ્ત થયું. એ પ્રમાણે તેને ફરીને પણ છાંસઠ કરોડ દ્રવ્ય મળ્યુ. શુભ ભાવથી કરેલાં પુણ્યેા તરત ફળે છે.’ પછી ધનસાર શેઠે ત્યાં એક મોટા જિનપ્રાસાદ કરાવ્યા. તેના પર સુવર્ણ કળશ અને ધ્વજાએ શેાભવા લાગી. તેણે અનેક જીર્ણોદ્ધાર કરાવ્યા