________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૬૩ "भा लोका मम दूषणं कथमिदं संचारितं भूतले, सात्सेका क्षणिका च निघणतरा लक्ष्मोरिति स्वैरिणी नैवाहं चपला न चापि कुलटा ना वा गुणद्वषिणी. पुण्येनैव भवाम्यहं स्थिरता युक्तं च तस्यार्जनम्" ।
હે કો! લક્ષમી અભિમાની, ક્ષણિક, અત્યંત નિય અને ઐરિણું (કુલટા) છે એવું મારું દુષણ તમે પૃથ્વીપર કેમ ફેલાવ્યું છે ! હું ચપલા કુલટા કે ગુણષિણી નથી, હું તે પુણ્યથી જ અત્યંત સ્થિર થઈ શકું તેમ છું; માટે તમારે મારી સ્થિરતા કરવી હોય તે પુણ્ય ઉપાર્જન કરવું ઉચિત છે.”
હે કુબેર! તે પુણ્યને વશ છું, તે પુણ્યકૃત્ય કર્યા, તેથી હું તારે ત્યાં સ્થિર થઈ છું.” શેઠ સંતુષ્ટ થઈને બેલ્યો કે - હે માત! ત્યારે તમે મારે ઘરે પાછા શી રીતે આવશો ?”
* રીતે આવશો લક્ષમી બોલી કે –“હે ભદ્ર! સાંભળ–નગરની બહાર પૂર્વ બાજુના દરવાજા આગળ સરોવર. ઉપર શ્રીદેવીના ભવનમાં જે અવધૂતવેષે રહેલ માણસ હોય તેને નિમંત્રી, ભેજન કરાવીને મધ્ય ઓરડામાં લઈ જઈ તેને મારજે એટલે તે સુવર્ણ પુરૂષ થઈ જશે” પછી સવારે દેવીના આદેશથી તે પ્રમાણે કરતાં તે સુવર્ણપુરૂષ થઈ ગયે. તેને ખંડિત કરતાં પણ તે પાછો અક્ષય જ થઈ જતો. પુણ્યપ્રભાવથી કુબેર એ રીતે અત્યંત સુખી થયે.
એકદા તેની પડોશમાં રહેનારા કેઈ હજામને તે હકીકતની ખબર પડી, એટલે તેણે વિચાર કર્યો કે –“અહો ! આ વ્યવહારીઓના ઘરમાં લક્ષમી આવી જ રીતે વધતી હશે, માટે