________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૫૧
હવે ધારાપુરમાં મંત્રી રાજાની પાદુકા સિહાસન પર સ્થાપીને પ્રથમ પ્રમાણે રાજ્ય ચલાવતા હતા. એવામાં પેાતાના સ્વામીના વૃત્તાંત જાણીને પ્રધાને એક વિજ્ઞપ્તિપત્રિકા લખી પાતાના માણસને શ્રાપુર માકલ્યા. તેણે જલ્દી જઇને દ્વારપાળની અનુજ્ઞા મેળવી રાજાને નમસ્કાર કરી તેના ચરણની પાસે વિજ્ઞપ્તિપત્રિકા રજી કરી. પછી રાજાના આદેશથી તે પત્રિકા ઉઘાડીને મત્રી વાંચવા લાગ્યું. તેમાં નીચે પ્રમાણે લખ્યું હતુ' :—
સ્વસ્તિશ્રી શ્રીપુર નગરે પેાતાના પ્રતાપથી અલિષ્ઠ શત્રુ રાજાઓને દબાવનાર મહારાજાધિરાજ શ્રી સુંદર મહાપ્રભુના ચરણકમળને ધારાપુરથી આદેશકારક સુબુદ્ધિ મંત્રો' ઉત્કંઠાપૂર્ણાંક નમન કરીને વિજ્ઞપ્તિ કરે છે કે આપના ચરણુયુગલના રજકણના પ્રભાવથી અહીં શાંતિ છે. અને હે સ્વામિન્ ! સમસ્ત દેશજના આપના ચરણના દર્શનને ઈચ્છે છે; માટે કૃપા કરીને આપ જલ્દી અહી' પધારા, હવે વિલંબ કરશે. નહિ.”
આ પ્રમાણે સાંભળી લેાકેાની પ્રીતિ અને મંત્રીની ભક્તિ જાણીને અને પેાતાના પૂર્વ ભક્ત રાયનું સ્મરણ કરીને પ્રસન્ન થઈ રાજા માલ્યા કે :-અહા ! જે ઉત્તમ હોય છે, તે કદી પણ પેાતાની પ્રકૃતિને તજતા નથી. કહ્યું છે કે ઃ" तप्तं तप्तं पुनरपि पुनः कांचन कांतवर्ण, घृष्टं घृष्टं पुनरपि पुनवदनं चारुगंधम् । छिन्नश्छिनः पुनरपि पुनः स्वादवा निक्षुदंड', प्राणांतेऽपि प्रकृतिविकृतिर्जायते नेात्तमानाम् " ॥
D