________________
૧૫૦
શ્રી પાર્શ્વનાથ ચોર
કરતાં તે સ્ત્રીને સમજાવીને લાવવી' એમ ભલામણ કરી. તેણે જઈને તેને મેલાવી, પણ તેણે સન્મુખ પણ ન જોયું. એટલે પ્રધાને પાછા આવીને રાજાને કહ્યું કે ઃ• તે તેા આવતી નથી અને ખેાલતી પણ નથી.' પછી રાજા તરત રચવાડીના બહાનાથી બહાર જઈ પાછા વળી સામાં સાથે શના આવાસમાં આવ્યા. ત્યાં ભદ્રાસન પર બેસતાં જ તે રાણી રાજાના જોવામાં આવી. તંબુના એક ભાગમાં બેઠેલી, મલીન, દીન, અત્યંત દુÖળ, મલિન વસ્ત્રવાળી, આભૂષણ કે શૈાભા વિનાની અને તે દિવસે તે પુત્રવિયેાગના દુઃખથી વધારે દુ:ખિત થયેલીએવી સ્થિતિમાં મદનવલ્લભાને જોઈને લજ્જાથી નીચુ' મુખ કરીને બેઠેલી તેને રાજાએ આ પ્રમાણે કહ્યું કે : “હે મદને ! હે દેવી ! શું તું મને એળખતી નથી ?” એટલે તે પતિના ચરણમાં આંખ સ્થિર કરી હર્ષિત થઈને ઉભી થઈ તેથી સાથેશ ભયભીત થઈને તેના ચરણમાં પડી તેને ખમાવી. એટલે તેના પર ક્રાતિ થયેલા રાજા પાસે રાણીએ તેને અભયદાન અપાવ્યું. પછી રાજા તેને સુંદર વજ્રથી વિભૂષિત કરી, વાજીંત્રો અવાજપૂક હાથીના સ્ક ંધ પર બેસાડી, રાજચિન્હથી અંચિત (યુક્ત) કરીને નવપરિણીત સ્ત્રીની જેમ નગરની સ્ત્રીએથી નિરીક્ષણ કરાતા પેાતાના મહેલ તરફ ચાલ્યા. કીર્ત્તિપાલ અને મહીપાલ-'ને પુત્રો, રાજા તથા રાણી એ બધુ કુટુંબ એકઠું મળ્યું. સાથે મળતાં અને પાતપેાતાના દુઃખના વૃત્તાંત અને પ્રશ્નોત્તર કરતાં ઘણું દુઃખ અનુભવેલું હાવાથી તેમને જે સુખ થયું તે સર્વાંઙ્ગ ' જાણી શકે. શીલ અને સત્ત્વના પ્રભાવથી રાજ્ય પ્રાપ્ત થયું અને સમગ્ર કુટુંબ મળ્યું, તેમજ બીજા દેશના રાજાએ પણ શીલના પ્રભાવથી તેના વશવતી થયા.