________________
૧૧૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
રાજ્યને ઈચ્છે છે, રાજા ચક્રવર્તીપણાને ઈચ્છે છે, ચક્રવર્તી દેવપણાને ઈચ્છે છે અને દેવ ઇંદ્રપણાને ઈચ્છે છે. માટે કાઈ પણ રીતે લાભને નિવારવા જોઇએ.' લેાભીજના કાઈ રીતે સુખ કે સંતાષ પામી શકતા નથી. કહ્યું છે કે :-જેમ ઇંધનથી અગ્નિ અને પાણીથી સમુદ્ર તૃપ્ત થતા નથી તેમ લેાભી પુરૂષ બહુ ધનથી પણ સતુષ્ટ થતા નથી. તે એમ પણ નથી માનતા કે–સમગ્ર વૈભવને મૂકીને આત્મા એકલા પરભવમાં ચાલ્યા જાય છે, તે હુ· ફ્રાગટ બહુ પાપ શા માટે કરૂ? કલુષતાને ઉત્પન્ન કરતું, જડ (જળ) પણાને વધારતુ, ધર્મ વૃક્ષનું ઉન્મૂલન કરતું નીતિ કૃપા અને ક્ષમારૂપ કમલિનીને મ્લાન બનાવતું, લાભ સમુદ્રને વધારતું, મર્યાદારૂપ તટને પાડી નાંખતુ' અને શુભભાવરૂપ હંસને હાંકી કાઢતું એવું પરિગ્રહરૂપ નદીનું પૂર વૃદ્ધિ પામ્યું. છતું શું શુ' કલેશ ઉત્પન્ન કરતું નથી ?' આ વ્રત પર ધનસારનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે :—
ધનસાર પ્રષ્ટિનું દૃષ્ટાંત
આજ ભરતક્ષેત્રમાં વિશ્વવિખ્યાત અને મહામનોહર એવી મથુરા નામે નગરી છે ત્યાં ધનસાર નામે વ્યવહારી રહેતા હતા, તેની પાસે છાસઠ કરાડ દ્રવ્ય હતું. તેમાં ખાવીશ કરોડ જમીનમાં, ખાવીશ કરોડ વ્યવહારમાં અને બાવીશ કરોડ દેશાંતરના વ્યાપારમાં ગાઠવી ધનાધિપત્યને પાળતા તે વ્યાપાર કરતા હતા. આટલુ દ્રવ્ય છતાં પણ તે અતૃપ્ત હોવાથી કયાંય પણ શાંતિ પામતા નહાતા. તે કાઈ ના પણ વિશ્વાસ કરતા