________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૫૭
નિર્ધનપણમાં તે નગરમાં હાસ્યાસ્પદ થાઉં તેમ છે, માટે હજી પણ જે હું સમુદ્રમાર્ગે વ્યાપારાથે જાઉં, તે મને સારો લાભ થવા સંભવ છે. આમ વિચારી મેય, પરિ૭, ગણ્ય અને તેલનીય—એ ચારે જાતના દશલાખ રૂપીઆના કરિયાણા ખરીદ કરીને સાથે લઈ નાવમાં બેસી, અનાજ, ઘી, ભેજ્ય, પાણી અને ઇંધનયુક્ત નાવિક લોકોની સાથે સમુદ્રમાર્ગે તેણે પ્રયાણ કર્યું. ત્યાં પણ દુર્ભાગ્યવશાત્ થોડે દૂર જતાં અકસ્માત્ આકાશમાં વરસાદ ચડી આવ્યો, પ્રચંડ મહાવાયુ પ્રગટ થયો અને ભયંકર વીજળી થવા લાગી; એટલે સમુદ્ર તે પિત (નાવ). ને ઉછાળવા લાગ્યા, અને નાવિકોએ દાર્થ મૂકી દીધું, શરણ્યરહિત લોકે શું કરવું અને શું ન કરવામાં-મૂઢ થઈ ગયા, કેઈક જળમાં ઝંપાપાત દેવા લાગ્યા અને કેઈક દેવતાને. સંભારવા લાગ્યા, કઈ ઘરના માણસને સંભારવા લાગ્યા, કેઈ નીચે બેસી રહ્યા, કેઈ “મને બચાવે, બચાવ” એમ બોલવા લાગ્યા, કેઈ મુખ ફાડીને બેસી રહ્યા. એવામાં વહાણના. સો ટુકડા થઈ ગયા. વહાણ ભંગાતાં ધનસારને એક પાટીયું મળવાથી તે સમુદ્રનાં તળોથી ઘસડાઈને બહાર નીકળે. પછી દિનપણે અટવીમાં ભ્રમણ કરતાં તે વિચારવા લાગ્યો કે -- “અહો ! મારૂં તે ધન કયાં ? પરિવાર ક્યાં ? આકડાના રૂને. પવન લઈ જાય તેમ દૈવ મને કયાં લઈ આવ્યું? અહે! મને ધિક્કાર થાઓ કે મેં બહુ ધનને માત્ર ભેગું કર્યું, ભેગવ્યું
૧. માપીને વેચાય, ૨. કાપીને વેચાય, ૩. ગણોને વેચાય, ૪ તળીને
વેચાય.