________________
૧૫૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
રસ્તે ગયેલા ગાડાઓ લુંટાવાના સમાચાર મળ્યા. એટલે જળ અને સ્થળમાં રહેલું તેનું બધું ધન નષ્ટ થયું, અને બાકી રહેલમાંથી કેટલુંક વણિકપુત્રો (વણેતરો) હજમ કરી ગયા. એટલે વારંવાર ધનને ભારતે તે સર્વત્ર શુન્ય ચિરો ભમવા લાગ્યો. કહ્યું છે કે –
“નાનાં માને નારા-રિતો गतयो भवंति वित्तस्य । यो न ददाति न भुक्ते, तस्य तृतीया गतिर्भवति ॥
દાન, ભેગ અને નાશ-ધનની એ ત્રણ ગતિ છે. તેમાં જે દાન દેતું નથી અને ભોગ ભગવતે નથી તેને ધનની ત્રીજી ગતિ (નાશ) થાય છે તેમજ વળી – “कीटिकासंचितं धान्यं, मक्षिकासंचितं मधु । कृपणैः संचिता लक्ष्मी-रन्यैरेवोपभुज्यते" ॥
કીડીઓએ ભેગું કરેલું ધાન્ય, મક્ષિકાઓએ ભેગું કરેલું મધ અને કૃપણેએ ભેગી કરેલી લક્ષમીને બીજા જને જ ઉપભેગ કરે છે, તે પિતે ઉપભેગ લઈ શકતા નથી.”
ધનસારે વિચાર કર્યો કે - “હવે મારે શું કરવું? નગરમાં મહાકૃપણ એવું મારું નામ પડી ગયું છે. અને હવે