________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૫૩
અખંડ શીલ પાળ્યું, તેના પ્રભાવથી આજ જન્મમાં ફરી રાજ્યસુખ પામ્યા” આ પ્રમાણે સાંભળીને સંવેગરંગથી વિચારની પરંપરા થઈ. તેમણે પિતાને કરવા એગ્ય ધર્મકૃત્ય સાંભળીને અણુવ્રતે ગ્રહણ કર્યા. મુનિ વિહાર કરી ગયા. પછી રાજા અનેક જિનભુવને કરાવી, તેમાં જિનપ્રતિમાઓ સ્થાપીને વિધિપૂર્વક તેમની પૂજા કરવા લાગ્યો. દયાથી આદ્રચિત્તવાળે, સત્યમાં આસક્ત, પરદ્રવ્યથી વિમુખ, સુશીલ, સતિષી અને પરોપકારમાં ત૫ર – એ તે રાજા રાણીની સાથે અખંડિત ગૃહસ્થ ધર્મ પાળી અને શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. આ સુંદર રાજાનું ચરિત્ર સાંભળીને ભવ્યજનોએ અખંડ બ્રહ્મવ્રત પાળવું. (આને જ મળતી ચંદન મલયાગિરિની કથા છે).
ઈતિ સુંદરરાજાની કથા :
હવે પાંચમું આણુવ્રત-પરિગ્રહ પરિમાણ જાણવું. તેના પણ પાંચ અતિચાર છેડવા ચોગ્ય છે. તે આ પ્રમાણે- ધન ધાન્યના, દ્વિપદને ચતુષ્પદના, ખેતર, જમીન, મકાન અને વસ્તુ (ઘરવખરી) ના, સામાન્ય ધાતુઓના અને હિરણ્ય (રૂ૫) - તથા સુવર્ણના પરિમાણને અતિક્રમ (ઉલંઘન) કરવાથી પાંચ
અતિચાર લાગે છે” પરિગ્રહના પરિમાણને ગુરૂ પાસે નિયમ કરે, અને લેભને ત્યાગ કરવો. કહ્યું છે કે -ધનહીન પુરૂષ સે રૂપીઆ ઈરછે છે, સેવાળા હજારને ચાહે છે, હજારવાળે લાખ ચાહે છે, લાખવા કરોડને ઈરછે છે, કોટીશ્વર ગૃહસ્થ