________________
૧૪૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રવેશ કર્યો. મંત્રી વિગેરે સર્વ નમ્યા. ત્યાં ભાગ્યને ઉદય થવાથી તે રાજ્ય કરવા લાગ્યા. અખંડ શીળના પ્રભાવથી અભિમાની સામે તે પણ તેની પાસે નગ્ન થઈ ગયા. એકદા પ્રધાનેએ મળીને તેમને એક સ્ત્રી સાથે લગ્ન કરવા માટે બહુ કહ્યું. છતાં પોતાની સ્ત્રીના વિયોગજન્ય દુઃખથી રાજાએ તે વાત કબુલ ન કરી
હવે અન્ય જુદા થયેલા રાજાના તે બંને કુમારે ભમતાં ભમતાં ત્યાં શ્રીપુર નગરમાં જ આવીને કેટવાળની પાસે નેકરીએ રહ્યા. એકદા ભવિતવ્યતાના ગે પેલે સેમદેવ સાર્થવાહ પણ વેપારને માટે તે જ નગરમાં આવ્યો અને નગરની બહાર તેણે નિવાસ કર્યો. પછી કંઈક શ્રેષ્ઠ ભેટ લઈને સાર્થવાહ રાજા પાસે આવી રાત્રે પોતાની રક્ષાને માટે સિપાઓની માંગણી કરી; એટલે રાજાએ કેટવાળને હુકમ કર્યો. કેટવાળે પેલા બંને કુમારને જ ત્યાં ચકી કરવા મોકલ્યા, રાત્રે બેઠા બેઠા તેઓ પરસ્પર વાર્તાલાપ કરતા હતા. તે પ્રસંગે વિનેદને માટે નાનાભાઈએ મોટાભાઈને પૂછયું કે - “આપણા પિતા કયાં ગયા હશે? અને માતા પણ કયાં ગઈ હશે? એટલે મોટેભાઈ બોલ્યા કે “આપણે કાંઈ સમજી શકતા નથી કે તેઓ કયાં ગયા અને તેમને સમાગમ આપણને ક્યારે થશે ? એમ પરસ્પર વાત કરતાં પોતાના રાજ્યાદિકને વૃત્તાંત તેઓ કહેવા લાગ્યા. તે વખતે ત્યાં નજીકમાં રહેલી અને સાર્થવાહની સાથે આવેલી મદનવલભા રાણીએ તે સર્વ સાંભળ્યું. દુઃખને લીધે તે પ્રાયઃ જાગતી હતી, એટલે મૂળથી અંત પર્યત તે વૃત્તાંત સાંભળીને સ્નેહ અને શેકથી વિહ્વળ થઈ તે ત્યાં