________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
'૧૪
અહીં શી રીતે આવ્યા ? એટલે રાજાએ બધા પિતાને વૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળીને દેવ સંતુષ્ટ થઈને બોલ્યા કે - “અહો ! તું ધન્ય છે, કે જેને આવા પ્રકારને દેઢ નિયમ છે. સંકટમાં પણ જેની આવી પ્રતિજ્ઞા છે. હું તારા સત્વથી સંતુષ્ટ થયો છું. હે વત્સ ! વર માગ.. રાજ બોલ્યો કે -બહે સ્વામિન્ ! મારા સ્ત્રી પુત્રો કયાં છે? અને તે મને ક્યારે મળશે ?” દેવે કહ્યું કે –“તને તારું કુટુંબ મળશે અને શીળના પ્રભાવથી તને રાજ્યની પણ પ્રાપ્તિ થશે. આ ચિંતામણિ રત્ના તું ગ્રહણ કર. એના પ્રભાવથી તારા ઈષ્ટની સિદ્ધિ થશે. એ પ્રમાણે કહી ચિંતામણિ રત્ન આપીને દેવતાએ તેને પેલા આદિનાથના દેરાસરમાં મૂકો. પછી સુંદરરાજા આનંદિત થઈ આમતેમ ભમતો શ્રીપુરનગરની નજીકના બગીચામાં આવ્યા અને એક આંબાના ઝાડ નીચે વિસામે ખાવા બેઠા. પછી તે આંબાનાં ઝાડનાં ફળથી તેણે પોતાની ભુખને દૂર કરી. ત્યાં તેને માર્ગના થાકથી નિદ્રા આવતાં તે ઉંઘી ગયે.
એવામાં તે નગરને અપુત્રી રાજ મરણ પામ્ય, એટલે રાજલોકેએ હાથી, ઘડે, ચામર, છત્ર અને કુંભ-એ પાંચ દિવ્ય – પંચ શબ્દના અવાજથી ભેગા કરી આગળ કર્યા. ભમતાં ભમતાં તે જ્યાં આંબાના ઝાડ નીચે સુંદરરાજા સુતો છે ત્યાં આવ્યા, એટલે અવે હેકારવ કર્યો, હાથીએ ગર્જના કરી, રાજાના મસ્તક પર કુંભનું જળ પડયું, છત્ર તેના મસ્તક પર સ્થિર રહ્યું અને બંને ચામર વીંજાવા લાગ્યા. પછી હાથીએ તેમને સુંઢવડે ઉપાડી પિતાની પીઠ ઉપર બેસાડયા, હાથી પર બેસીને દિવ્ય વેષ ધારણ કરી મહેસવપૂર્વક તેણે નગરમાં