________________
૧૪૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તારી ઈચ્છા પૂર્ણ થઈ શકે તેમ નથી. પરંતુ અબ્રહ્મના સેવનથી થતું અનિષ્ટ ફળ સાંભળ – “षढत्वमिंद्रियच्छेद, वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत्स्वदारसंतुष्टोऽन्यदारान् वा विवर्जयेत्" ॥
નપુંસકપણું અને ઇંદ્રિયરછેદ-એ અબ્રહ્મના ફળને જોઈને સુજ્ઞજને પદારાથી વિરક્ત થઈ સ્વદારસંતુષ્ટ થવુ.” “હે દેવી! મારે પરસ્ત્રીને ત્યાગ છે તેથી તારે અનુચિત વચન ન બોલવું. વળી તું દેવ અને હું મનુષ્ય-એ સંગ પણ કેમ ઘટે?” આ પ્રમાણેનાં વચને સાંભળી તેને નિશ્ચય જાણીને દેવી તેને પર ક્રોધિત થઈ, તેથી નાગણના રૂપે તે રાજાને ડશી અને સમુદ્રના મધ્યમાં આવેલા કોઈ દ્વીપમાં એક કુવાની અંદર તેને મૂકી દીધો પછી તે અદૃશ્ય થઈ ગઈ કુવામાં પડતાં તે શીલના પ્રભાવથી અને કુવાના વાયુથી નિર્વિષ થયે. ક્ષણવારમાં સાવધાન થતાં તેણે પિતાને કુવામાં પડેલો જોયો. તેણે મનમાં વિચાર કર્યો કે -જે મારૂં શીલ અખંડિત છે, તે મારૂં કંઈ પણ ગયું નથી. આ બધે મારા પૂર્વકૃત કમજ પ્રભાવ છે એવામાં ત્યાં કુવામાં એક દ્વાર તેના જેવામાં આવ્યું, એટલે તેને ઉઘાડીને તે અંદર પેઠે, આગળ ચાલતાં એક ઘર તેના જેવામાં આવ્યું. તેમાં નાટક થતું જોયું અને ત્યાં ચંચળ કુંડળ તથા અન્ય આભરણેથી વિભૂષિત અને સિહાસન પર બેઠેલ એક દેવ તેના જેવામાં આવ્યું. એટલે રાજા તેની પાસે જઈ તેને પગે પડયે. દેવે પૂછયું કે તું