________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૨૯ નાગકુમાર દેવ છું. એ બંને મારા પૂર્વભવના વૈરી હતા, તેથી એ રાણી અને રોકીદારને મારવાને માટે જ હું અહીં આવ્યા હતે.” ચાર બે કે – જે એમ હોય તે હે સુંદર ! કહે, મારૂં મરણ શી રીતે અને તેનાથી થશે ?” દેવ બે કે – “હે ભદ્ર! એ પશ્ચાત્તાપ ઉત્પન્ન કરનાર પ્રશ્ન ન પૂછ.” એટલે ચરે ફરી વધારે આગ્રહથી પૂછ્યુંતેથી બળદ બે કે :“હે ભદ્ર ! સાંભળ-આજ નગરના રાજમાર્ગમાં એક મહાન વટવૃક્ષ છે, તેની શાખા પર લટકીને તારૂં મરણ થશે.” ફરી ચાર બેલ્યા કે તારૂં વચન સત્ય હશે, તે પણ કંઈક નિશાની બતાવ.” એટલે બળદ બેલ્યો કે આવતી કાલે બપોરે રાજમહેલના શિખર પરથી સુથાર નીચે પડીને મરણ પામશે. તે નિશાનીથી તું પણ વટશાખામાં બંધાઈને મરણ પામીશ એમ માનજે. તે સાંભળીને અત્યંત ભયભીત થઈ તેને ચારે છોડી મૂક્યો, એટલે તે અદશ્ય થઈ ગયા.
બીજા દિવસે પિલા દેવે કહ્યું હતું તેવી જ રીતે બપોરે સૂત્રધારનું મરણ જેઈને પોતાના ભાવિ મરણના ભયથી વ્યાકુળ થઈ તે અત્યંત ગભરાઈ ગયે. તેને જન પણ ભાવતું ન હતું. ખરેખર ! જંતુઓને મરણને ભય મહાદુઃખનું કારણ છે કહ્યું છે કે –