________________
૧૨૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વિચાર કરતાં તેને એવી મતિ આવી કે અન્ય પામર જનાની ચારી કરવાથી શું? સકળ અર્થને સાધનાર એવા રાજમદિરમાં જ જાઉ.' એમ વિચારી એકાગ્ર મનથી તે રાજમદિરમાં ખાતર પાડવા પેઠા. ત્યાં રાણીની સાથે સુખનિદ્રામાં સુતેલા રાજાને જોઇને તે અત્યંત ખુશ થઈ આ પ્રમાણે ચિ'તવવા લાગ્યા કે :-‘અહા ! મારૂ ભાગ્ય જાગતું છે કે જેથી ચિ'તામણિ સમાન સઈચ્છા પૂરનાર રાજા જ હાથ પડયા છે.’ પછી રત્નદ્વીપના પ્રકાશથી મનેાહર હારાવળી વિગેરે અલકારા તથા બહુ દ્રવ્યની પેટી લેવાને તૈયાર થઈ જેટલામાં આજુબાજુ જુએ છે, એટલામાં બારણાના છિદ્રમાંથી પ્રવેશ કરતાં એક સર્પને તેણે જોયેા. ‘અરે! અહીં આ સર્પ શું કરશે ?” એમ વિસ્મય પામી તે સાહસિક શિરામણિ ત્યાં જ છુપાઇ રહ્યો. સર્પ પણ વાસગૃહમાં પ્રવેશ કરીને રાણીના મસ્તકના છુટા અખાડા વડે ઉપર ચડી સુતેલી રાણીના ભાળ અને હાથને "સી પાછા વળી ચાહ્યા ગયા. તે જોઇ કૌતુક અને આશ્ચર્યથી તે ચાર નિઃશબ્દ દ્વાર ઉઘાડી તરત જ તેની પાછળ ચાલ્યા. એવામાં મહેલ પરથી નીચે ઉતરીને તે સપે મહાપુષ્ટ એવા બળદનું રૂપ ધારણ કર્યુ. તે બળદે દંડ ઉપાડીને તેની પછવાડે દોડતાં મુખ્ય દરવાજાના દ્વારપાળને જમીનદોસ્ત કરીને સીંગના અગ્ર ભાગથી મારી નાખ્યા. તે બનાવ જોઈને ચાર પણ સાહસ પકડી એ હાથથી મજબુત રીતે તેના પૂછને પકડીને પૂછવા લાગ્યા કે – અરે ! તુ કાણુ છે ? અને શા કારણે તે એમને મારી નાખ્યા ? તેમજ હવે શુ કરવાના છે તે કહે ?” એટલે તે બળદ મનુષ્યવાણીથી ખેલ્યા કે :-હે ભદ્ર ! મારૂ' કથન સાંભળ-હુ