________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૩૩
રક્ષક છતાં જે આ મહાબળને તું પકડે, તે હું તેને બહાદુર સૈનિક સમજું.' એમ કહીને રાજાએ પિતાની સંપત્તિથી તેને સત્કાર કરી પોતાના પુત્રની જેમ તે મહાબલને પિતાની પાસે રાખે, પુષ્ટ બનાવે, અને દૈવને તિરસ્કાર કરીને બે કે –“હે મહાબલ! યમના શિરપર લાત મારીને તું રમત કર” મહાબલ ત્યાં રહીને સુખ ભેગવવા લાગ્યા, પરંતુ તે વૃક્ષની શાખા જેવાથી અંતરમાં તેને એક શલ્યરૂપ લાગતું હતું.
એકદા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે રાજન ! જે મારા પર પ્રસન્ન છે, તે મને અહીંથી દૂર દેશાંતરમાં મોકલી ઘો, કે જેથી દૃષ્ટિવિષ નાગણ જેવી એ શાખાને હું જેવા ન પામું.” રાજાએ કહ્યું કે હે વત્સ ! તું ભય ન પામ, મારી ભુજાપંજરમાં રહેલા તને દૈવના સેવક પણ શું કરવાના છે? તું નિ શંક મનથી ભેગ ભેગવ. રાજાનાં આવાં વચન સાંભળીને તે દૈવને નિર્માલ્ય ગણવા લાગે એમ કરતાં કેટલેક કાળ પસાર થા.
એકદા શુંગાર સજી કંઠેમાં સુવર્ણની સાંકળી તથા હારાદિક પહેરી ઘોડા પર બેસીને રાજાની સાથે રવાડીએ જતાં કંઈક કારણસર તેની સ્ત્રીએ તેને પાછો વાળીને ઘેર બોલાવ્યો, એટલે તે ક્ષણવાર ઘરે રહીને ફરી વેગથી રાજાની પાછળ જવા ચાલ્યો. રસ્તામાં તે વટવૃક્ષની નીચે આવતાં મરણની શંકાથી તેણે અશ્વને ચાબુકથી સખ્ત રીતે માર્યો, એટલે અશ્વ એકદમ ઉછળ્યો અને મહાબલના ગળામાં રહેલી સુવર્ણની સાંકળી પછવાડેના ભાગથી ઉછળીને તેજ વટની શાખાના કેઈ તીક્ષણ ભાગમાં ભરાઈ ગઈ. નીચે રહેલો અશ્વ એકદમ આગળ ચાલ્યો ગયો.