________________
९१४०
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર - ભુખું ભજન પણ તેમને પ્રિય થઈ પડયું. એમ કરતાં તેમને કેટલાક સમય પસાર થયો.
એકદા કઈ સાર્થવાહ દૂર દેશાંતરથી બહુ સાથે સાથે વ્યાપારને માટે ત્યાં આવીને શ્રીસાર શેઠના પાડાની નજીકના - વનમાં ઉતર્યો. શ્રીસાર શેઠની દુકાનેથી ધાન્ય, ઘી અને મીઠું આદિ લેતાં સાર્થવાહે પૂછયું કે “અહી કેઈ કામ કરનારી છે? એટલે શેઠે તે રાણીને બતાવી અને સાર્થવાહને ત્યાં કામ કરવા જવાની તેને પ્રેરણા કરી પછી તે સાર્થવાહનું ગૃહકામ કરવા લાગી. તેના રૂપ અને લાવણ્યથી સાથે અત્યંત મોહિત થઈને વિકારવશ થશે. એટલે તે સાર્થવાહે પિતાના માણસ પાસે રાણને કહેવરાવ્યું કે – તું મારા ઘરની સ્વામિની થા.” એમ સાંભળીને તે બહુ કુપિત થઈ તે રાણી સરાગપર અત્યંત વિરાગી થઈ ગઈ. પછી સાર્થવાહ તેનો સ્વભાવ જાણીને અંતરમાં દુષ્ટ છતાં બાહ્ય વૃત્તિથી તેને ખમાવવા લાગે એટલે સાથેશના કથનથી રાણી વિશ્વાસ પામી અને તેનું કાર્ય કરવાને નિરંતર ત્યાં જવા લાગી.
એકદા પ્રયાણના દિવસે વિશેષ કાર્ય બતાવી તેને ભેળાપણાથી છેતરી સાર્થવાહે અટકાવી રાખી અને બાકીને દિવસ પસાર થતાં સાથેશે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું; એટલે તે રાણી સાર્થમાં સપડાઈ ગઈ તેને લઈને માગે સાર્થવાહ વિવિધ ઉપાયથી તેને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન કર્યો, પણ રાણી ક્ષેભ ન પામી તે તે પોતાના પતિનું ધ્યાન ધરી મૌન જ ધરી રહી, એટલે તે પાપી તેના શીલને ભંગ કરી ન શક; પરંતુ રાણે મહા દુખથી દિવસે ગાળવા લાગી.