________________
૧૩૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તેમ પૂર્વકૃત કર્મ કર્તાને અનુસરે છે. કેટીકલ્પ–લા વરસે જતાં પણ કુતકર્મને ક્ષય થતું નથી; જીવે કરેલ શુભાશુભ કર્મ અવશય તેને ભેગવવાં જ પડે છે માટે જે થવાનું હોય તે થાએ હે દેવી! વૃદ્ધવયમાં હું દુર્દશા ભેગવવાને અસમર્થ છું, માટે તે અવસ્થા અત્યારે જ પ્રાપ્ત થાઓ.” પછી તે કુળદેવી ખિન્ન થઈને સ્વસ્થાને ગઈ, અને રાજાએ શૈર્ય ધરીને વિકટ અવસ્થા સ્વીકારી લીધી. કારણ કે –
વિરિ તૈનાખ્યુશે ક્ષમા, सदमि वाक् ग्टुता युधि विक्रमः । રવિ ચામિર્થન કૃત. पकृति मिद्धमिदं हि महात्मनाम्" ॥
વિપત્તિમાં દૌર્ય, અભ્યયમાં ક્ષમા, સભામાં વાકપટુતા, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરૂચિ અને શાસ્ત્રમાં વ્યસન-એ મહાત્માઓને સ્વભાવથી સિદ્ધ હોય છે.” રાજાએ વિચાર કર્યો કે સૈનિકોએ તે આપત્તિ, મૃત્યુ અને શત્રુઓની સામે જવું જોઈએ, એટલા માટે પ્રેમવતી અને સતી સ્ત્રી અને મુગ્ધ બે. બાળક–એટલું જ મારે કુટુંબ છે, માટે રાજ્ય તજીને એ. કુટુંબની સાથે હું અન્યત્ર ચા જાઉં? એમ નિશ્ચય કરી. રાત્રે બનેલ વૃત્તાંત તેણે પ્રધાનને કહી સંભળાવ્યું. પછી “આ રાજ્યનું યથાવિધિ પાલન કરવું અને મને કેઈ જાતને પ્રતિબંધ ન કરો. હું અહીંથી દેશાંતર ચાલ્યો જઈશ.” એમ કહીને