________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૩૭
સુંદરરાજાની કથા
અંગદેશમાં સર્વત્ર પ્રસિદ્ધ એવું ધારાપુર નામે નગર છે. ત્યાં સ્વભાવે સુંદર એ સુંદર નામે રાજા રાજ્ય કરતો હતો, તે રાજાને ભાગ્ય અને સૌભાગ્યના સ્થાનરૂપ, સતીજનના મુગટ સમાન અને અત્યંત વલભ-એવી મદનવલભા નામે એક જ રાણું હતી. તેમને કીર્તિપાલ અને મહીપાલ નામના બે પુત્ર હતા. ન્યાયધમમાં એકનિષ્ઠ એવા તે રાજાના હૃદયમાં વિશેષ કરીને પરનારીના સહદરવરૂપ દઢ વ્રત રહેલું હતું. આ વ્રત પાળવાથી સવના એક નિધાન એવા તે રાજાની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી. અનુક્રમે તેને બહુ સમય પસાર થઈ ગયે.
એકદા મધ્યરાત્રે તેની કુળદેવી આવીને ખિન્ન વદને તે રાજાને આ પ્રમાણે કહેવા લાગી કે –“અહો રાજન્ ! જેને સામને ન થઈ શકે એવી માઠી અવસ્થા તારાપર આવવાની છે. અત્યારે તારૂં યૌવનવય છે, આગળપર વૃદ્ધવય થશે. તારા વચનની ખાતર હું સ્વપ્રભાવથી કાળવિલંબ કરી શકું તેમ છું. જે કહે તે નવયૌવનમાં તેવી અવસ્થા પ્રગટ થાય અને જે કહે તે વૃદ્ધવયમાં તેવી અવસ્થા પ્રગટ થાય ? મારાથી કાળવિલંબ થઈ શકે તેમ છે, પણ મૂળથી તેને ઉછેદ થઈ શકે તેમ નથી” આ પ્રમાણેનાં કુળદેવીનાં વચન સાંભળીને રાજા હૃદયમાં બહુ જ ખેદ પામ્યા. છેવટે ધૈર્ય પકડી તેને નમસ્કાર કરીને આ પ્રમાણે બેલ્યો કે –“હે માતા ! જીવે જે શુષાશુભ કર્મ કર્યા છે, તે તેને જ ભેગવવાનાં હોય છે, કહ્યું છે કે -જેમ હજાર ગાયોમાં વસ્ત્ર પોતાની માતાને શોધી લે છે,