________________
૧૩૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પકડેલા બકરાની જેમ તું વારંવાર શું બડબડ કરે છે ? તેને જવાબ આપ્યા વિના તે તાપસ તે વારંવાર તેજ લોક બેલતે હતો પછી રાજપુરૂષોએ તેને રાજાને સુપ્રત કર્યો અને પેટી પણ રજુ કરી, એટલે તેની સામું જોતાં મનમાં સંશય લાવીને રાજાએ તેને કહ્યું કે –“અહો ! તારું શરીર અને વેષ તે સૌમ્ય છે, તેથી આવું ચૌર્યકર્મ તને ઘટતું નથી. આથી મહાબળ છે કે - હે રાજન ! બધું ઘટે તેમ છે, કારણ કે વિચિત્ર દેવને કંઈ પણ દુર્ઘટ નથી. "रक्ष्यते तपसा नैव, न देवैनं च दानवैः । नीयते वटशाखायां, कर्मणाऽसौ महाबलः ॥
આ શ્લોક સાંભળી “અહો ! એ વટ શું ? શાખા કઈ? અને મહાબલ કેણ?” એમ રાજાએ વારંવાર પૂછયું, છતાં તે ચોર તાપસ તે એ ક જ બલવા લાગ્યો. એટલે આશ્ચર્ય અને મર્મગર્ભિત તે વચન જાણીને તે રાજાએ તેને બંધનમુક્ત કરાવી અભય આપીને આગ્રહથી પૂછયું. એટલે તેણે રાજાને ચેરી સર્પદંશાદિ સર્વ જેવો બનાવ બનેલો તે કહી સંભળાવ્યો રે કહેલ વૃત્તાંત સાંભળીને સર્ષે ડશેલ પિતાની સ્ત્રીના સ્મરણથી ઉત્પન્ન થયેલ રોષથી આંખને લાલ કરીને રાજા બોલ્યો કે –“અરેરે ફર દૈવ! અરે બાળ સ્ત્રી ને વૃદ્ધના ઘાતક ! અરે ! ચરપુરૂષની જેમ છિદ્રને જનાર ! તે વખતે મારી પ્રાણપ્રિયાનુ મારી અજાણમાં તે હરણ કર્યું છે, પણ એવી ફતરાની વૃત્તિથી તું ગર્વ કરીશ નહિ, હવે હું