________________
૧૩૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
"पंथसमा नत्यि जरा. दाग्दिसमे। पराभवा नस्थि । मरणसमं नथि भयं,
લુહાસમા વેબ ન”િ શા मृत्यार्बिभ्यति ते बाला ये स्युः सुकृतवर्जिताः । पुण्यवंता नराः सर्वे मृत्यु प्रियतमातिथि ॥२॥
“પંથ સમાન જરા નથી, દારિદ્ર સમાન પરાભવ નથી, મરણ સમાન ભય નથી અને ભુખસમાન વેદના નથી.” (૧) વળી
જે બાળ છ સુકૃતથી રહિત હોય છે તેઓ જ મરણથી ભય પામે છે; પુણ્યવત પુરૂષ તો મૃત્યુને એક પ્રિયતમ અતિથિ માને છે.” (૨)
હવે મૃત્યુથી ભયભીત થયેલા ચારે વિચાર કર્યો કે – અહીં ફેગટ મારે શા માટે રહેવું? અહીંથી દૂર જ ચાલ્યા જાઉં કે જેથી એ વૃક્ષની શાખા મારી નજરે જ ન પડે. વળી સંન્યાસ લઈને કઈ નદીને કાંઠે બેસી સર્વ અનર્થને દૂર કરવા માટે તપ કરૂં. આ પ્રમાણે વિચાર કરીને તે નગરની નજીકના કેઈ ગામની પાસે વનમાં એક નદીને કાંઠે કઈ તાપસ પાસે તાપસી દીક્ષા લઈને તપ તપવા લાગ્યો. તેને ગુરૂ મરણ પામતાં તેજ મઠમાં રહીને તે તીવ્ર અજ્ઞાનતપ કરવા લાગ્યો. તેમ કરતાં તેણે ઘણા વર્ષો પસાર કર્યા.