________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
-
૧૨૭
પડ્યું. અનુક્રમે તે સાતે વ્યસનમાં આસક્ત થ, કહ્યું છે કે
धनं च मांसं च सुग च वेश्या, पापद्धिचौर्य परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोगतिघार नरकं नयंति" ॥
જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી અને પરદારસેવા-એ સાત વ્યસને પ્રાણીને ભયંકર નરકમાં લઈ જાય છે. તે મહાબલ એકદા રાત્રે ચોરી કરવા માટે દત્ત નામના શેઠના ઘરમાં પેઠે, અને જાળીમાંથી તેણે ઘરની અંદર જોયું તે મેળમાં એક દેકડાની ભૂલ આવવાથી પિતાના પુત્રની સાથે તે કઈ કરતો હ. એટલે ચારે વિચાર કર્યો કે “એક નજીવી બાબતને માટે આટલી મધ્યરાત્રે નિંદ્રાથી વિમુખ થઈ જે પુત્રની સાથે આ કજીયે કરે છે, તેનું ધન જે હરણ કરવામાં આવે, તે તેનું હૃદય તરત ફાટી જાય અને તે મરણ પામે, માટે આનું કાંઈપણ ન લેતાં અન્યત્ર જાઉં? એમ વિચારીને તે કામસેના વેશ્યાના ભવનમાં ગયા. પણ તે ચોરે જોયું કે - કામસેના વેશ્યા રતિ કરતાં અધિક રૂપવંત છતાં દ્રવ્યને માટે એક કોઢીની સાથે વિવિધ પ્રકારના ઉપચાર અને હાવભાવ વિગેરે કરતી હતી. તે જોઈને ચોર ચિંતવવા લાગ્યો કે “ધનની વાંછાથી આવા કેઢીની સાથે પણ જે વિલાસ કરે છે, એના ધનની મારે જરૂર નથી. આ પ્રમાણે