________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૨૫ મૃષાવાદના સંબંધમાં વિશેષ પુષ્ટિ માટે બીજું દષ્ટાંત આપે છે-કેઈ સંન્યાસી વિદ્યાબળે આકાશમાં અધર વસ્ત્ર રાખતા. બહુ માન પામ્યો, પણ મૃષાવાદ બેલી વિદ્યાગુરૂને ઓળવતાં તે પતિત થયો અને લઘુતા પામ્યો. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે
સુદર્શનપુરમાં કેઈ હજામ રહેતે હતો. તેણે કઈ યેગીની સેવા કરીને તેની પાસેથી એક વિદ્યા મેળવી, તેથી તે વસ્ત્રો જોઈને આકાશમાં નિરાધાર રાખી શકતો હતે એકદા કઈ સંન્યાસીએ તેની પાસે યાચના કરી કે –“હે ભદ્ર! એ સદ્વિદ્યા તું મને આપ, પેલા હજામે તેને સત્પાત્ર જાણીને તે વિદ્યા આપી. પછી તે સંન્યાસી વિદ્યા લઈને દેશાંતરમાં જમવા લાગ્યો. તે સર્વત્ર પોતાના વસ્ત્ર ધાઈને ઉંચે આકાશમાં નિરાધાર રાખતો હતો તેથી લોકોએ આશ્ચર્ય પામીને એકદા. તેને પૂછયું કે:-“હે સ્વામિન્ ! આવી મહાવિદ્યા તમે કયાંથી મેળવી? એટલે તે બેલ્યો કે:-“હે લોકો ! જુઓ, આ સર્વ મારા તપને પ્રભાવ છે ! એમાં ગુરૂને કે વિદ્યાનો પ્રભાવ નથી. એમ બોલતાં જ તેનાં વસ્ત્રો નીચે પડયાં અને તેની વિદ્યા નષ્ટ થઈ ગઈ. એ કારણ હે ભવ્યજને ! મૃષાવાદના પ્રભાવથી વિદ્યા પણ અવિદ્યા થઈ જાય છે, માટે મૃષાવાદ સર્વથા. વર્જનીય છે.
હવે ત્રીજું આણુવ્રત અદત્તાદાનવિરમણ છે. તેના પણ પાંચ અતિચાર વર્જવા ગ્ય છે તે આ પ્રમાણે -“ચારને અનુજ્ઞા આપવી, તેને ચેરીને માલ લે, રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, વસ્તુમાં ભેળસેળ કરીને વેચવી અને તેલ ૧. અન્યત્ર પિતાના અસ્ત્રા અદ્ધર રાખતું હતું એમ કહેલું છે.