________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અસત્ય બોલતા નથી. વળી બીજું પણ સાંભળ-પાપભીરુ પુરૂષ ગુરૂવાણુને પણ અન્યથા કેમ કરી શકે ? વળી ટી સાક્ષી પૂરનાર નરકે જાય છે–એમ સ્મૃતિમાં પણ કહ્યું છે. આ પ્રમાણે સાંભળીને તે રોષ લાવીને બોલી કે:-“હે રાજા ! તારી પાસે કદાપિ મેં કંઈ માગ્યું નથી, આજે જ હું માગવા આવી છું, માટે ગમે તેમ કરીને પણ મારી માગણે કબુલ રાખ.” એટલે તે પ્રમાણે બેસવાનું વસુરાજાએ માન્ય રાખ્યું, પછી ક્ષીરકદંબકની પત્ની ખુશ થઈને પિતાને ઘેર ગઈ.
પછી નારદ અને પર્વત બંને રાજસભામાં આવ્યા. વસુરાજાએ તેમને સન્માન આપ્યું. તેઓ બંને આસન પર બેઠા અને પોતપોતાના પદનું વ્યાખ્યાન કરીને બોલ્યા કે –“હે રાજન્ ! તું અમારો સહાધ્યાયી સાથે ભણેલ છે અને સત્યવાદી છે, માટે સત્ય બોલ. ગુરૂજીએ અજ શબ્દની વ્યાખ્યા શું કરી છે? તું અમારે સાક્ષી છે, વળી સત્યથી બધું ઈષ્ટ સિદ્ધ થાય છે, રાજ્યાધિષ્ઠાયિક દેવો, લોકપાળે અને દિફ પાલ બધા સાંભળે છે, તેથી હે રાજન્ ! સત્ય જ બેલજે. સૂર્ય કદાચ પૂર્વ દિશા તજીને બીજી દિશામાં ઉગે અને કદાચ મેરૂ પર્વત પણ ચળાયમાન થાય, તથાપિ સત્યધન પુરૂષે કઈ રીતે અસત્ય બેલતા નથી.” આ પ્રમાણેનાં સત્યતાપ્રેરક તેમનાં વચન સાંભળ્યા છતાં દુર્ગતિએ જવાનું હોવાથી પોતાની સત્યપ્રસિદ્ધિની પણ અવગણના કરીને વસુરાજા બે કે –ગુરૂજીએ અજ શબ્દને અર્થ બકરો કહ્યો છે.” આ પ્રમાણે રાજાએ ખેાટી સાક્ષી પૂરી એટલે તેના અસત્ય વચનથી તેના પર દેવતાઓ રૂષ્ટમાન થયા અને તેને સિંહાસન ઉપરથી નીચે પાડી દઈ પેલી શુદ્ધ