________________
૧૨૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સ્ફટિકની શિલા લઈ ગયા. વસુરાજા રૂધિર વમતે સિંહાસનથી નીચે પડ; એટલે “ચાંડાળની જેમ બેટી સાક્ષી આપનારનું મુખ કેણ જુએ?” એમ વસુરાજાની નિંદા કરતે નારદ તરત જ સ્વસ્થાને ગયો અને વસુરાજા મરણ પામીને નરકે ગયે. તે અપરાધીના અનુક્રમે રાજ્ય પર બેસતા આઠ પુત્રોને ક્રાધાચમાન થયેલા દેવતાઓએ નીચે પાડીને મારી નાખ્યા.
એ પ્રમાણે અસત્ય વચનનું ફળ જાણુને સુજ્ઞ પુરૂષ સ્વપ્નમાં પણ અસત્ય ન બોલવું. “જેમ ગળણાથી જળ, વિવેકથી ગુણે અને દાનથી ગૃહસ્થ શુદ્ધ થાય છે, તેમ વચન સત્યથી શુદ્ધ થાય છે. સત્યના પ્રભાવથી દેવો પણ પ્રસન્ન થાય છે. પાંચ પ્રકારના સત્યથી દ્રૌપદીને આમ્રવૃક્ષે જલ્દી ફળ આપ્યાં હતાં. જેમ સુવર્ણ અને રત્નના બનાવેલાં બાહ્ય ભૂષણે હેય છે, તેમ સત્યવચન એ અંતરનું ભૂષણ છે કહ્યું છે કે –
ખેટી સાક્ષી પૂરનાર, પર ઘાત કરનાર, પરના અપવાદ બેલનારા, મૃષાવાદી અને નિઃસાર બેલનાર–એ સર્વથા નરકે જાય છે, જે વચનથી પરનો અપકાર થાય તે સત્ય છતાં અસત્ય છે અને જે વચનથી પર ઉપકાર થાય, તે અસત્ય વચન છતાં પણ સત્ય છે. હાસ્યથી પણ જે અસત્ય બેલાય તો તે દખદાયક છે. જુઓ! હર્ષથી વિષનું ભક્ષણ કરતાં શું તે મારતું નથી? હસતાં સહજમાં જે કર્મ બંધાઈ જાય, તે રોતાં પણ છુટતું નથી” એવું સિદ્ધાંતનું કથન જાણુને ચતુર પુરૂષ મૃષાવાદના કાદવથી લેપાત નથી. આ પ્રમાણે વસુરાજાનું દ્રષ્ટાંત સાંભળીને વિશેષજ્ઞ જનેએ વિશેષે અસત્યને વર્જવું.