________________
૧૧૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભવે દેયિણી અને અરૂણદેવની જેમ દુખ પ્રાપ્ત થાય છે.” એટલે રાજા વિગેરેએ પૂછ્યું કે – દચિહ્યું અને અરૂણદેવ પૂર્વભવે શું કઠેર વાકય બેલ્યા હતા એટલે મુનિએ તેમનું પૂર્વભવનું ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વે સંવેગને પામ્યા, અને દેયણ તથા અરૂણ દેવને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેમણે પરસ્પર ખમાવ્યું. પછી મિથ્યાદુકૃત થઈ અનશન કરી ધર્મધ્યાનમાં એકાગ્ર મનવાળા એવા તે બંને મરણ પામીને સ્વર્ગે ગયા.
પછી રાજાએ કહ્યું કે -અલ્પ માત્ર કઠોર વચન બોલવાથી પણ આવી અવસ્થા થઈ તે મારા જેવાની શી ગતિ થશે? અહો! આ સંસારને ધિકકાર થાઓ.” આ પ્રમાણે કહીને રાજા અને જસાદિયે ચારિત્ર અંગીકાર કર્યું, અને ચારે પણ
ત્યાં આવી પોતાનું પાપ પ્રકટ કરીને ચારિત્ર લીધું. ઉગ્ર તપ તપીને તે ત્રણે સ્વર્ગે ગયા.
ઈતિ ચંદ્રા સગ કથા :
કઠોર વચનનું આવું ખરાબ ફળ જાણુને ક્રોધ કરવા વિગેરેના પ્રયત્નથી ત્યાગ કરે કારણ કે વચન અને કાયાથી કરેલ હિંસા તે દૂર રહો, પરંતુ મનથી ચિંતવેલ હિંસા પણ પિતાના જીવને વિનાશ કરનારી અને નરકનાં દુખ આપનારી થાય છે. તે આ પ્રમાણે –
પૂર્વે કેાઈ રંક ભિક્ષુક વૈભારગિરિના ઉદ્યાનમાં ઉજાણી આવેલા લોકો પાસે ભિક્ષા માગવા ગયે, પણ તેના કર્મદોષથી