________________
૧૨૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
શેષ બધુ કલેશ નિમિતે જ છે અને બધી વિડંબના છે જ્યારે મારો પુત્ર પર્વત અને રાજપુત્ર વસુ કે જે બંનેને મેં ભણાવ્યા છે છતાં એ બંને નરકે જવાના છે તે હવે મારે ગૃહવાસથી શું ?” એ પ્રમાણે નિર્વેદ પામીને ઉપાધ્યાયે દીક્ષા લીધી એટલે તેની પદવી પર્વતને મળી. તે શાસ્ત્રોની વ્યાખ્યા કરવામાં વિચક્ષણ થશે. વિશુદ્ધમતિ નારદ ગુરૂપ્રાસાદથી સર્વ શાસ્ત્રમાં વિશારદ થઈ સ્વસ્થાને ગા, અને ગુરૂની યેગ મળવાથી
અભિચંદ્ર રાજાએ દીક્ષા લીધી; એટલે વસુ વસુદેવ સમાન રાજા થયા. તે વસુ પૃથ્વીતળ પર સત્યવાદીના નામથી પ્રસિદ્ધિ પામ્યા અને તે સત્ય વચન જ બોલવા લાગ્યો.
એકદા કઈ શિકારીએ વનમાં શિકાર કરવા જતાં હરણ સામે બાણ છોડયાં. તે બાણે વચમાં અટકી ગયા, એટલે તે બાણ અટકવાનું કારણ જાણવાને નજીક ગયો. ત્યાં હાથવડે સ્પર્શ કરતાં આડી સ્ફટિકની શિલા છે એમ તેને જાણવામાં આવ્યું. તે મનમાં ચિંતવવા લાગે કે “આની પેલી બાજુ ચરતે હરણ ભૂમિછાયાની જેમ મારા જેવામાં આવ્યો હતે. ખરેખર હાથથી સ્પર્શ કર્યા વિના આ શિલા છે એમ સર્વથા જાણી શકાય તેમ નથી, માટે આ શિલા પૃથ્વી પતિ વસુરાજાને
ગ્ય છે.” એમ વિચારી તે શિલા તે તેણે ગુપ્ત રીતે વસુરાના ને ભેટ કરી. એટલે રાજાએ સંતુષ્ટ થઈને તેને સ્વીકાર કર્યો, અને તેને સારી રીતે ઇનામ આપ્યું. પછી રાજાએ તે શિલાને ગુપ્ત રીતે પિતાના આસનની વેદિકા ઘડાવી, અને તે ઘડનારા શિલ્પીને મારી નંખાવ્યો. “રાજાએ કદાપિ પિતાના થતા નથી.