________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૧૦
કરે છે તેને કમલાવતી નામની પટરાણી છે. વિષય સુખ
ભાગવતાં તે દંપતીને વસુ નામે પુત્ર થયેા. તે મહામતિ બાલ્યાવસ્થાથીજ સત્યવ્રતમાં આસક્ત છે. રમત કરતાં પણ તે સાચુ' જ ખોલે છે. જો કે તે વિનયી, ન્યાયવાન, ગુણુના સાગર તથા સકળ કળામાં કુશળ હતા, છતાં પણ સત્ય વ્રત તેને વધારે ઇષ્ટ હતુ; સ્વપ્નમાં પણ તે અસત્યને ઇચ્છતા નહિ. તે નગરીમાં બ્રહ્મવિદ્યામાં નિપુણ અને સકળ શાસ્રવિશારદ–એવા ક્ષીરકખક નામના ઉપાધ્યાય રહેતા હતા તેને પંત નામે પુત્ર હતા. પર્યંત અને દેશાંતરથી આવેલા નારદએ ત્રણે ક્ષીરકન્નુ બક ઉપાધ્યાયની પાસે નિરંતર શાસ્ત્રાભ્યાસ કરતા હતા. તે ત્રણે ગુરૂભક્તિમાં મશગુલ હતા કહ્યું છે કે – એક અક્ષર આપનારને પણ જે ગુરૂ તરીકે ન માને, તે શ્વાનની ચેનિમાં સે। વાર ઉત્પન્ન થઈને ચાંડાળકુળમાં જન્મ પામે છે. જે ગુરૂ એક અક્ષર પણ ભણાવે, તેમને જગતમાં એવી એકે વસ્તુ નથી કે જે આપીને ઋણમુક્ત થવાય.' તે ત્રણે નાના પ્રકારના પાંડિત્યશાસ્ત્ર શીખતા હતા. શાસ્ત્રાભ્યાસ કરવાથી પુરૂષો સર્વાંઈષ્ટને પ્રાપ્ત કરે છે કારણ કે:-(વિદ્યાનામ નરસ્વરૂપ મધિક' પ્રચ્છન્ન' ગુપ્ત ધન) વિદ્યા એ પુરૂષનુ અધિક રૂપ છે, તે પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે; વિદ્યા, ભાગ, યશ અને સુખને આપે છે, તે ગુરૂની પણુ ગુરૂ છે, વિદેશગમનમાં તે બધુ સમાન છે; તે પરમ દૈવતા છે, રાજાએમાં તે પૂજાયેલી છે, પણ ધન પૂજાયેલું નથી, માટે વિદ્યાહીન પુરૂષ તે પશુ સમાન છે.’ અહી ઉપાધ્યાય તેમને આદરપૂર્વક ભણાવતા
હતા.